અમેરિકાના લોરિડામાં થયેલા ગોળીબારમાં ૬ મોત, ૩ ઘાયલ

  • એફબીઆઇના ૨ એજન્ટ અને ૪ બાળકોના મોત

 

અમેરિકાના દક્ષિણ લોરિડામાં બાલ શોષણના એક કેસમાં પાઠવવામાં આવેલા સંઘીય સર્ચ વોરંટ પર કાર્યવાહી દરમિયાન થયેલી ગોળીબારમાં કુલ ૬ લોકોના મોત થયા છે. જેમાં એફબીઆઈના ૨ એજન્ટ પણ શામેલ છે. ગોળીબારની આ ઘટનાથી સનસનાટી મચી જવા પામી છે.

એફબીઆઈ મિયામીના એક સ્પેશિયલ એજન્ટ માઈકલ ડી લીવરોકે કહૃાું હતું કે, ગોળીબારની કથિત ઘટનામાં એક અન્ય વ્યક્તિનું પણ મોત થયું છે જે થોડા સમય સુધી ઘરમાં જ છુપાયેલો હતો. લીવરોકે કહૃાું હતું કે, ઈજાગ્રસ્ત એજન્ટોમાંથી બે ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેમની સ્થિતિ સ્થિર જણાવવામાં આવી રહી છે. જ્યારે અન્ય ૪ લોકોના પણ મોત નિપજ્યા છે. જેમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે.

અમેરિકાના ઓકલાહોમમાં સનસની મચી ગઈ હતી. ગન કલ્ચરે વધુ ૬ નિર્દૃોષ લોકોનો ભોગ લીધો હતો. ઓકલાહોમામાં આજે પાંચ બાળકો સહિત છ જણાની એક અજાણ્યા બંદુકધારીએ હત્યા કરતા વિસ્તારમાં ચકચાર મચી હતી. પોલીસે બંદુકધારીની ધરપકડ કરી હતી. તુલ્સાની દક્ષિણપૂર્વ ૭૨ કિમી દૂર મુસ્કોગી ખાતે બપોરે દૃોઢ વાગે ગોળીબારની ઘટના બની હોવાનું પોલીસને માહિતી મળતા તરત જ પોલીસ ટીમ ઘટના સ્થળે ધસી ગઇ હતી, એમ પોલીસે એક યાદૃીમાં કહૃાું હતું.

ઘટના સ્થળે પહોંચ્યા પછી ઘરમાંથી એક વ્યક્તિને બંદુક સાથે બહાર નીકળતા જોઇ પોલીસે તરતજ તેની ધરપકડ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ ટીમને ઘરમાં ૪ બાળકો સહિત પાંચના મૃતદેહો મળ્યા હતા. હોસ્પિટલ ખસેડાયા પછી પાંચ બાળકો મોતને ભેટયા હતા. એક મહિલાને પણ દવાખાને ખસેડાઇ હતી જેને ગંભીર ઇજાના નિશાન જોવા મળ્યા હતા.