અમેરિકાની એક કોર્ટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરૂદ્ધ કરવામાં આવેલા દસ કરોડ ડૉલરના કેસને ફગાવી દેવામાં આવ્યો છે. આ કેસ એક અલગાવવાદી કાશ્મીરી -ખાલિસ્તાની જુથ અને અન્ય બે વ્યક્તિઓ દ્વારા નોંધાવવામાં આવ્યો હતો. અરજીકર્તાઓ સુનાવણી દરમિયાન બે વાર ગેરહાજર રહૃાાં હતાં ત્યાર બાદ કોર્ટે આ કેસ જ ફગાવી દીધો હતો.
ટેક્સાસના હૃાૂસ્ટનમાં ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ આયોજીત થયેલા ‘હાઉડી મોદી કાર્યક્રમ બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. અરજીમાં ભારતની સંસદના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો જેને અંતર્ગત જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ ૩૭૦જ હટાવી દેવામાં આવી હતી. અરજીકર્તાઓએ મોદી, શાન અને લેટિનેંટ જનરલ કંવલજીત સિંહ ઢિલ્લો સામે વળતરના ભાગરૂપે ૧૦ કરોડ ડૉલરની માંગણી કરી હતી.
ઢિલ્લો વર્તમાનમાં ‘ડિફેંસ ઈન્ટેલિજેન્સ એજન્સીના ડાયરેક્ટર છે અને CDS ને આધિન આવતી ‘ઈંટીગ્રેટેડ ફિસેન્સ સ્ટાફના ઉપપ્રમુખ છે. અમેરિકાના દક્ષિણ ટેક્સાસ ડિસ્ટિક્ટની કોર્ટના ન્યાયાધિસ ફ્રાંસેસ એચ સ્ટેસીએ છ ઓક્ટોબરે સંભળાવેલા પોતાના આદેશમાં કહૃાું હતું કે, ‘કાશ્મીર ખાલિસ્તાન રેફરેંડમ ફ્રંટએ આ કેસને આગળ ધપાવવા માટે કંઈ જ કર્યું નથી અને સુનાવણી માટે ૨ વાર નક્કી કરવામાં આવેલી તારીખે ગેરહાજર રહૃાાં હતાં.