અમેરિકામાં એક જ દિવસમાં ૯૧,૦૦૦ કરતા વધારે કેસ નોંધાયા, હોસ્પિટલો ઉભરાઈ

 • અમેરિકામાં કોરોનાથી ૨.૨૯ લાખ કરતા વધારે લોકોએ જીવ ગુમાવ્યો

  અમેરિકામાં કોરોના કેસના એક દિવસમાં નોંધાતા કેસોએ નવો રેકોર્ડ તોડ્યો છે, અહીં એક દિવસમાં ૯૧,૦૦૦ કરતા વધારે કેસ નોંધાયા છે. કેસો વધવાની સાથે હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે. અમેરિકામાં કોરોના વાયરસને કાબૂમાં લાવવા માટેના પ્રયાસો વચ્ચે નવો ઉછાળો આવતા ચિંતામાં વધારો થયો છે. ઠંડીનું પ્રમાણ વધતા પણ કોરોનાનો ખતરો વધવાની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે અને ધીમે-ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહૃાું છે. અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી આવી રહી છે અને તેના પહેલા આ રીતે કેસમાં આવેલો ઉછાળો િંચતાનું કારણ બન્યા છે.
  અમેરિકામાં કોરોના વાયરસના કેસમાં આવેલા ઉછાળાની સૌથી વધારે અસર ઓહિયો, મિશિગન, નોર્થ કેરોલિન, પેન્સિવેલિયા અને વિસકોન્સિનમાં થયો છે. રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પહેલા કોરોના જે રીતે ફેલાઈ રહૃાો છે તેના કારણે ચિંતાનો વિષય બન્યો છે.
  આ સાથે યુરોપમાં પણ રેકોર્ડ લેવલ પર કોરોના કેસમાં વધારો થઈ રહૃાો છે. અહીં કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા માટે ફ્રાન્સ અને જર્મનીમાં આ અઠવાડિયે લોકડાઉન જાહેર કરાયું છે.
  આ પહેલા અમેરિકામાં ૨૩ ઓક્ટોબરે ૮૪,૧૬૯ નવા કેસ નોંધાયા હતા, કોઈ એક દેશમાં એક દિૃવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસના રેકોર્ડમાં ભારતમાં ૧૭ સપ્ટેમ્બરે ૯૭,૮૯૪ કેસ નોંધાયા હતા.
  વ્હાઈટ હાઉસના કોરોના વાયરસ ટાસ્કફોર્સે જણાવ્યું કે, કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે જરુરી પગલા ભરવામાં આવી રહૃાા છે. ગુરુવારે ૧૨ રાજ્યોમાં એક દિવસમાં કોરોના વાયરસના નવા કેસનો નવો રેકોર્ડ નોંધાયો હતો. કોરોના વાયરસના કેસ વધવાની સાથે હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ ગયો છે. ગુરુવારે ઓક્ટોબરમાં ત્રીજી વખત કોરોનાના કારણે ૧૦૦૦ કરતા વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે.
  અમેરિકામાં કોરોના વાયરસથી ૨,૨૯,૦૦૦ કરતા વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે, અહીં દુનિયાના બાકી દેશો કરતા સૌથી વધુ લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે. ઓક્ટોબરમાં હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યામાં ૫૦%નો ઉછાળો આવ્યો છે.