અમેરિકામાં કોરોના બેફામ: ૧ સપ્તાહમાં ૧૦,૦૦૦ના મોત

  • મહાસત્તા અમેરિકા કોરોના સામે ઘુંટણીએ પડી ગયુ
  • કુલ મૃત્યુઆંક ૧.૨૭ લાખથી વધુ, ૧.૩૭ કરોડ લોકો સંક્રમિત, ન્યુયોર્ક, ન્યુજર્સી અને કેલીફોર્નિયામાં સૌથી ખરાબ સ્થિતિ, ફરી લાગુ થયા પ્રતિબંધો

અમેરિકામાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહૃાો છે. વૈશ્ર્વિક મહામારી કોરોના વાયરસથી ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહેલા અમેરિકામાં દિ વસેને દિ વસે સ્થિતિ ભયાનક થતી જાય છે અને છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોરોનાથી ૧૦ હજાર લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોના ૨.૭૦ લાખથી વધુ લોકો અહીં ભરખી ગયો છે.

અમેરિકામાં આ મહામારી વિકરાળ સ્વરૂપ લઈ રહી છે અને અત્યાર સુધીમાં ૧.૩૭ કરોડથી વધુ લોકો તેનાથી સંક્રમિત થયા છે. અમેરિકાની જોન હોપકીન્સ યુનિ. તરફથી જારી આંકડા અનુસાર અહી કોરોનાથી મરનારની સંખ્યા ૨૭૦૪૮૧ થઈ છે અને સંક્રમિતોની સંખ્યા ૧૩૭૦૯૪૫૨ થઈ છે.

અમેરિકાના ન્યુયોર્ક, ન્યુજર્સી અને કેલીફોર્નિયા પ્રાંતમાં કોરોનાએ કાળોકેર મચાવ્યો છે. એટલા ન્યુયોર્કમાં કોરોનાને કારણે ૩૪૬૬૨ લોકોના મોત થયા છે. ન્યુજર્સીમાં અત્યાર સુધીમાં ૧૭૦૮૩ લોકોના મોત થયા છે. જ્યારે કેલીફોર્નિયામાં કોરોના ૧૯૨૭૫ લોકોને ભરખી ગયો છે. જ્યારે ટેકસાસમાં આના કારણે ૨૨૧૧૪ લોકો મોતને ભેટયા છે. જ્યારે ફલોરીડામાં કોવિડ-૧૯થી ૧૮૬૭૯ લોકોના મોત થયા છે. આ સિવાય મેસાચુસેટસમાં ૧૦૭૪૮, પેંસીલ્વેનીયામાં કોરોનાથી ૧૦૫૦૪ લોકોના મોત થયા છે.

એવી આશા વ્યકત કરવામાં આવે છે કે મોર્ડના અને ફાયઝર દ્વારા વિકસીત રસીની એક ખેપ આ વર્ષના અંતમાં અમેરિકાના દરેક પ્રાંતમાં આવી જશે.

દરમિયાન હાલના દિ વસોમાં ૨ લાખથી વધુ કેસો સામે આવ્યા છે. જેના કારણે સ્વાસ્થ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકામા હાલ લોકો થૈંકસગિિંવગની રજા મનાવી રહૃાા છે અને રજાઓ મનાવી પાછા ફરી રહૃાા છે. એવામા કોરોનાનુ સંક્રમણ વધવાના ડરથી સ્વાસ્થ્ય વિભાગે આકરા પ્રતિબંધો લાગુ કર્યા છે.