અમેરિકામાં મોર્ડર્નાની કોરોના વૅક્સીનને મળી મંજૂરી, બાઈડેન લેશે પ્રથમ ડોઝ

કોરોના મહામારીના સંકટથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકા માટે હવે વધુ એક રાહતના સમાચાર સામે આવ્યાં છે. અમેરિકામાં ફાઈઝરની કોરોના વૅક્સીન બાદ હવે મોર્ડર્નાની વૅક્સીનને મંજૂરી મળી ગઈ છે. હવે અમેરિકા પાસે કોરોના વૅક્સીનના બે વિકલ્પ છે.

કોરોના સંકટ વચ્ચે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન અને તેમની પત્ની જીલ બાઈડેન પણ કોરોના વૅક્સીનનો પ્રથમ ડોઝ સોમવારે લશે. આ માહિતી તેમના પ્રેસ સચિવે આપી છે. કમલા હૈરિસ અને તેમના પતિ પણ આગામી સપ્તાહે કોરોના વૅક્સીનના ડોઝ લેવાના છે.

અમેરિકામાં કોરોનાના કહેરને જેતા બીજી વૅક્સીન મળવી ખૂબ જ મહત્વનું મનાય છે. અહીં કોરોનાના કારણે પ્રતિદિૃન ૩૦૦૦ મોતના આંકડા સામે આવી રહૃાાં છે. મોર્ડર્ના કંપની અને નેશનલ હેલ્થ ઈન્સ્ટીટ્યૂટની દેખરેખ હેઠળ વિક્સિત આ વૅક્સીનનો ઉપયોગ સોમવારથી શરૂ થશે.

મૉર્ડર્નાની આ પ્રથમ વૅક્સીન છે, જેને મંજૂરી આપવામાં આવી છે. મૉર્ડર્નાની કોરોના વૅક્સીનનો ઉપયોગ ૧૮ વર્ષથી વધુ વયના લોકો માટે જ છે. જ્યારે ફાઈઝરની વૅક્સીનનો ઉપયોગ ૧૬ વર્ષથી વધુ વયના વ્યક્તિઓ પર કરવામાં આવી શકે છે. મૉર્ડર્નાની વૅક્સીનને મંજૂરી મળવાને લઈને રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુભેચ્છા પાઠવી છે.