અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પહેલા મળી જશે કોરોના વૅક્સીન

અમેરિકામાં કોરોના વાઈરસની વૅક્સીન બનાવવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહૃાું છે. જો કે તેના વિતરણને લઈને અત્યારથી તૈયારીઓ શરૂ કરી દૃેવામાં આવી છે. અમેરિકન રાજ્યોને ૧ નવેમ્બરથી કોરોના વૅક્સીનના વિતરણને લઈને તૈયાર રહેવાનો આદૃેશ આપવામાં આવ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ઓથોરિટીએ અમેરિકન રાજ્યોને રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના બે દિવસ પહેલા એટલે કે ૧ નવેમ્બર સુધી સંભવિત COVID-19 વૅક્સીનના વિતરણ માટે તૈયાર રહેવાનો આગ્રહ કર્યો છે. નોંધનીય છે કે, ૩ નવેમ્બરે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે.
ડલ્લાસ બેસ્ડ વ્હોલસેરલ મૈક્કેસન કોર્પ.ની સાથે સરકારે એક ડીલ કરી છે. અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનના ડિરેક્ટર રૉબર્ડ રેડફિલ્ડે આ સંદર્ભે તમામ ગવર્નરોને પત્ર લખ્યો છે. જેમાં લખ્યું છે કે, રાજ્યોને નજીકના ભવિષ્યમાં મૈક્કેસન કોર્પ પાસેથી પરમિટ એપ્લિકેશન મળી જશે. મૈક્કેસન કોર્પે CDC સાથે રાજ્યો અને હોસ્પિટલોમાં વૅક્સીનના વિતરણ માટે કરાર કર્યો છે.
CDC અને સ્વાસ્થ્ય નિષ્ણાંતોની એક સલાહકાર સમિતિ એક રેંકિંગ વ્યવસ્થા પર કામ કરી રહી છે. જે અંતર્ગત પ્રાથમિક્તાના ધોરણ વૅક્સીન આપવામાં આવશે.
એક અન્ય ડૉક્યુમેન્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, નવેમ્બરની શરૂઆત સુધી મર્યાદિત સંખ્યામાં વૅક્સીન ઉપલબ્ધ થઈ શકે છે અને આગામી વર્ષ સુધી તેના સપ્લાયને વધારવામાં આવશે.