અમેરિકામાં ૧૧ કે ૧૨ ડિસેમ્બરે રસી આપવાનું કામ શરુ થશે

અમેરિકામાં સૌથી વધુ અસર કરનારા કોરોનાને હરાવવા માટે બનાવાયેલી રસીને મંજૂરી આપવામાં આવી શકે છેૃ

વોિંશગટન,કોરોના વાયરસને હરાવવા માટે દૃુનિયાભરમાં રસીની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. કોરોનાની અમેરિકામાં સૌથી વધારે અસર થઈ છે. એવામાં એકમાત્ર આશાનું કિરણ કોરોનાની રસી જ છે. રવિવારે કોરોના વેક્સીનને લઈને અમેરિકામાં મોટી ખુશખબર આવી છે. વ્હાઈટ હાઉસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમેરિકામાં ૧૧ કે ૧૨ ડિસેમ્બરથી કોરોનાની રસી આપવાનું કામ શરુ થઈ શકે છે. શુક્રવારે અમેરિકાની દૃવા કંપની ફાઈઝર અને જર્મનીની તેની ભાગીદૃાર બાયોએનટેકે પોતાની કોરોના રસીના ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી માટે અમેરિકાના ફૂડ અને ડ્રગ્સ વિભાગમાં અરજી કરી હતી અને તેના પર ૧૦ ડિસેમ્બરે બેઠક થવાની છે. અમેરિકામાં કોરોના વાયરસની રસી કાર્યક્રમના પ્રમુખ ડૉક્ટર મોનસેફ સ્લાઉએ કહૃાું કે અમારી યોજના મંજૂરી મળ્યાના ૨૪ કલાકની અંદૃર રસીને રસીકરણ માટે સ્થળ પર મોકલાવવાની છે, જેના આધારે મંજૂરી મળ્યાના બે દિૃવસ પછી ૧૧ કે ૧૨ ડિસેમ્બરથી રસીકરણનો કાર્યક્રમ શરુ થઈ જશે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે, અમેરિકામાં ૧૨ મિલિયન કરતા વધારે કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે. આ મહામારીથી અત્યાર સુધીમાં ૨ લાખ ૫૫ હજારથી વધારે લોકોના મોત થઈ ગયા છે. મોનસેફ સ્લાઉએ કહૃાું કે જો મંજૂરી મળી જશે તો તેના બીજા જ દિૃવસથી રસી ઉપલબ્ધ થઈ શકે છે. અમેરિકાની કંપની ફાઈઝરે જર્મનીની બાયોએનટેક સાથે મળીને આ વેક્સીન બનાવી છે. ફાઈઝર દૃુનિયાના એક દૃેશોની પહેલી દૃવા કંપની છે જેણે ત્રીજા ફેઝની સ્ટડીના પરિણામો જાહેર કર્યા છે. આ વેક્સીન ૯૫% સુધી અસરકારક હોવાનું સામે આવ્યું છે. ફાઈઝરની સાથે ભારતની કોઈ ડીલ નથી થયેલી. જો કોઈ ભારતીય દૃવા કંપની સાથે ફાઈઝર ડીલ કરે છે તો પોતે માર્કેટમાં ઉતરે છે, તો હવે એ જોવાનું રહેશે કે આ રસી અંગે ભારતમાં શું નિર્ણય લેવાય છે. રિપોર્ટ્સ મુજબ અમેરિકામાં ફાઈઝર ૨૦ ડૉલરમાં વેક્સીનનો એક ડોઝ આપે છે. એટલે કે લગભગ દૃોઢ હજાર રુપિયા થાય છે. ભારતમાં આ વેક્સીનના ડોઝની િંકમત ૨૦૦૦ રુપિયાની આસપાસ હોઈ શકે છે. ફાઈઝર માટે સૌથી મોટો પડકાર ભારતમાંથી ઓર્ડર મળે તો રસીને સ્ટોર કરવાનો છે. આખા ભારતમાં માઈનસ-૭૦ ડિગ્રી સેલ્સિયસની સુપર કોલ્ડ ચેન તૈયાર કરવી ઘણી મુશ્કેલ છે. કોરોના વાયરસનું સંક્રમણ દૃુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહૃાું છે અને અનેક દૃેશ મહામારીને રોકવા માટે રસી બનાવવાના પ્રયત્નો કરી રહૃાા છે. આ બધા વચ્ચે અમેરિકાથી કોરોના રસીને લઈને સારા સમાચાર આવ્યા છે અને વ્હાઈટ હાઉસના અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકામાં ૧૧ કે ૧૨ ડિસેમ્બરથી રસીકરણનું કામ શરૂ થઈ શકે છે. અમેરિકામાં કોરોના વાયરસ રસીકરણ કાર્યક્રમના પ્રમુખ મોનસેફ સ્લાઉએ જણાવ્યું કે અમારી યોજના છે કે મંજૂરી મળ્યાના ૨૪ કલાકની અંદૃર રસીને રસીકરણ કાર્યક્રમ સ્થળોએ પહોંચાડવામાં આવે. મને આશા છે કે મંજૂરી મળ્યા બાદૃ ૧૧ કે ૧૨ ડિસેમ્બરથી રસીકરણનું કામ શરૂ થઈ જશે. અમેરિકાની કંપની ફાઈઝર અને જર્મનની તેની ભાગીદૃાર કંપની બાયોએનટેકે કોરોના રસીના ઉપયોગની મંજૂરી લેવા માટે અમેરિકાના એફડીએમાં અરજી કરી છે. રસીની મંજૂરી પર ચર્ચા માટે એફડીએની રસી સંબંધિત સમિતિની ૮થી ૧૦ ડિસેમ્બર વચ્ચે બેઠક થવાની છે. અત્રે જણાવવાનું કે અમેરિકા કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દૃેશ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં ૧.૨૫ કરોડથી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે ૨.૬૨ લાખ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં ૭૪.૫૨ લાખ લોકો સાજા થયા છે. પરંતુ હજુ પણ ૪૮.૭૩ લાખ એક્ટિવ કેસ છે.