અમેરિકામાં ૨૪ કલાકમાં ૧.૧૬ લાખ કેસ, “હું”એ કહૃાું- યુરોપમાં સ્થિતિ વધુ ખરાબ

વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૪.૯૦ કરોડથી વધુ થઈ ગયો છે. ૩ કરોડ ૪૯ લાખ ૭ હજાર ૧૨૦ દર્દી રિકવર થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં ૧૨.૩૮ લાખથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે. અમેરિકામાં કોરોના વાઈરસનો કહેર ખૂબ જ ઝડપથી વધી રહૃાો છે. અહીં ૨૪ કલાકમાં એક લાખથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે. યુરોપમાં તો સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. એને લઈને “હું”એ વોર્નિંગ પણ આપી છે. અમેરિકામાં સંક્રમણની ગતિ ખૂબ જ ઝડપથી વધી રહી છે. ચૂંટણીની અનિશ્ર્ચિતતાને કારણે સંક્રમણના વધી રહેલા કેસ બાબતે વધુ ધ્યાન અપાઈ રહૃાું નથી. ધ ગાર્જિયનના જણાવ્યા મુજબ, ૮ દિવસમાં ત્રીજી વખત આંકડો એક લાખથી વધુ થયો છે. બુધવારે અહીં ૧ લાખ ૧૬ કેસ પ્રકાશમાં આવ્યા છે.

એના એક દિવસ પહેલાં જ મંગળવારે એક લાખ ૧૪ હજાર કેસ પ્રકાશમાં આવ્યા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન, એટલે કે “હું”ના જણાવ્યા મુજબ,

યુરોપમાં સ્થિતિ ઝડપથી બગડી રહી છે અને એ ખતરનાક સ્તરે પહોંચવા લાગી છે. ફ્રાન્સ, જર્મની, સ્પેન, બેલ્જિયમ અને ઈટાલીમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. ફ્રાન્સમાં દરેક દિવસે ૫૦ હજારથી વધુ કેસ પ્રકાશમાં આવી રહૃાા છે. આ સિવાય જર્મની અને બેલ્જિયમમાં ૩૦ હજારથી વધુ કેસ પ્રકાશમાં આવી રહૃાા છે. સરકારની સમસ્યા એ છે કે તે જ્યારે સખ્તાઈ કરે છે ત્યારે વિરોધ શરૂ થઈ જાય છે. સંગઠને યુરોપ પ્રભારી હેન્સ ક્લૂઝે કહૃાું- અમે અહીં કોરોના વિસ્ફોટ જોઈ રહૃાા છે. ૧૦ લાખથી વધુ કેસ ૨ દિવસમાં પ્રકાશમાં આવ્યા છે. આપણે ખૂબ જ ઈમાનદારીથી આ સ્થિતિનો સામનો કરવો પડશે.

ફ્રાન્સમાં લોકડાઉનની અસર થઈ નથી. બીજું લોકડાઉન લાગ્યું ને લગભગ એક સપ્તાહ વીતી ગયું છે, જોકે અત્યારસુધીમાં સંક્રમણના દરમાં કોઈ ઘટાડો આવ્યો નથી. બુધવારે પણ અહીં ૫૦ હજારથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે. આ દરમિયાન એક હજાર લોકોને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. બીજી તરફ લોકડાઉન છતાં કેસ વધ્યા બાદ અમેન્યુઅલ મેક્રોન સરકાર દબાણમાં છે. લોકોનું કહેવું છે કે લોકાડાઉન હટાવી લેવું જોઈએ, કારણ કે એની કોઈ અસર દેખાઈ રહી નથી. પ્રત્યેક દિવસે કેસો વધી રહૃાા છે. દેશમાં અત્યારસુધીમાં કુલ કેસ લગભગ ૧૫ લાખ થઈ ચૂક્યા છે.