અમેરિકામાં ૨૪ કલાકમાં ૧.૮૧ લાખ કેસ અને ૨ હજારથી વધુ મોત

વિશ્ર્વમાં કોરોનાના દર્દી ઓનો આંકડો ૬.૧૨ કરોડને પાર પહોંચી ગયો છે. ૪ કરોડ ૨૩ લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં ૧૪ લાખ ૩૬ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.  અમેરિકામાં સંક્રમણના કેસ ઘટવાનું નામ નથી લેતા. અહીં એક દિૃવસમાં ૧ લાખ ૮૧ હજારથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે. ફ્રાન્સમાં પણ કેસો વધી રહૃાાં છે. અહીં ૧૩ હજારથી વધુ કેસો પ્રકાશમાં આવ્યા છે. અમેરિકામાં સંક્રમણ ઝડપથી વધી રહૃાું છે. અહીં એક દિવસમાં એક લાખ ૮૧ હજાર ૪૯૦ કેસ પ્રકાશમાં આવ્યા છે. આ દરમિયાન ૨ હજાર ૨૯૭ લોકોનાં મોત થયાં છે. આ મે પછીનો એક દિવસમાં મોતનો સૌથી મોટો આંકડો છે. હવે મરનારાઓનો આંકડો ૨ લાખ ૬૨ હજારથી વધુ થઈ ગયો છે. એડમિનિસ્ટ્રેશનની સૌથી મોટી સમસ્યા હોસ્પિટલમાં દાખલ થનારાની સંખ્યા છે. અહીં ૨૪ કલાકમાં ૮૯ હજાર ૯૫૯ લોકો દેશની અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ થયા છે.

પ્રશાસનનું કહેવું છે કે થેક્ધ્સગિિંવગ ડે પર લાખો લોકો ટ્રાવેલ કરી રહૃાા છે અને એને કારણે સંક્રમણનું જોખમ વધવાની શક્યતા છે. આ અંગે ચેતવણી પણ બહાર પાડવામાં આવી હતી. જોકે લોકો એને ગંભીરતાથી લઈ રહૃાા નથી. ફ્રાન્સમાં બુધવારે ૧૬ હજાર ૨૮૨ કેસ પ્રકાશમાં આવ્યા હતા. ગુરુવારે આ આંકડો ઘટીને ૧૩ હજાર ૫૬૩ થયો છે. ફ્રાન્સમાં ચાર સપ્તાહથી લોકડાઉન છે. સરકારને એના માટે ખૂબ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જોકે હવે એનાં સારાં પરિણામો પ્રકાશમાં આવ્યાં છે. બે સપ્તાહ પહેલાં અહીં એક દિવસમાં લગભગ ૫૦ હજાર કેસ પ્રકાશમાં આવી રહૃાા હતા. ફ્રાન્સ યુરોપના એ દે શોમાં છે,

જ્યાં સંક્રમણ જોખમી સ્તર પર પહોંચી ગયું હતું અને જ્યારે સરકારે ૯ શહેરમાં બીજી વખત લોકડાઉન લગાવ્યું તો એનો વિરોધ થયો. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટો જરદારી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. બિલાવલે સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી છે અને કહૃાું, હું સેલ્ફ આઈસોલેશનમાં જઈ છું. મારામાં સંક્રમણનાં હલકાં લક્ષણ દે ખાઈ રહૃાાં છે. બિલાવલ પાકિસ્તાન ડેમોક્રેટિક ફ્રન્ટના પ્રમુખ નેતા છે. આ સંગઠન ઈમરાન સરકારના રાજીનામાની માગને લઈને દે શમાં રેલીઓ કરી રહૃાું છે. પાકિસ્તાનમાં સંક્રમણની બીજી લહેર ચાલી રહી છે. અહીં કુલ ત્રણ લાખ લોકો સંક્રમિત છે. ગુરુવારે મળેલા એક અપડેટ મુજબ દેશની હોસ્પિટલમાં હવે બેડ ઓછાં પડવા લાગ્યાં છે.