અમેરિકા કોરોના વાયરસની વેક્સિન માટે ૧.૬ અબજ ડોલરનું ફંડ આપશ

વોિંશગ્ટન,
કોરોના વાયરસ સામે ઝઝુમી રહેલી દૃુનિયા માટે સારા સમાચાર છે. અમેરિકાએ કોરોના વાયરસની વેક્સિન માટે ૧.૬ અબજ ડૉલરનું ફંડ આપવાની જાહેરાત કરી છે. આ પૈસા નોવાવૈક્સ કંપનીને આપવામાં આવશે. અમેરિકાએ પોતાના રૈપ સ્પીડ અભિયાન અંતર્ગત આ અત્યાર સુધી સૌથી વધારે પૈસા કોઈ કંપનીને વેક્સિન માટે આપવામાં આવ્યા છે. આ ઉપરાંત અમેરિકા રેગેનેરોન કંપનીને પણ ૪૫ કરોડ ડૉલરની સહાયતા આપી રહૃાું છે.
આ કંપની કોરોના વાયરસ સંક્રમણથી બચવા માટે નવી રીતો શોધવા પર કામ કરી રહી છે. કરારની શરતો પ્રમાણે નોવાવૈક્સ કંપની આ વર્ષનાં અંત સુધી અમેરિકાનાં સ્વાસ્થ્ય અને રક્ષા વિભાગને કોરોના વાયરસની વિક્સિનનાં ૧૦ કરોડ ડોઝ આપશે. કંપનીનાં સીઈઓ સ્ટેનલી ઇરૈકે કહૃાું કે, ઑપરેશન રૈપ સ્પીડનો ભાગ બનીને ઘણું ગર્વ અનુભવીએ છીએ. અમે જલદૃીથી જલદૃી દૃેશની જનતાની રક્ષા માટે વેક્સિન ઉપલબ્ધ કરાવીશું.”
નોવાવૈક્સ કંપનીની વેક્સિનનાં બે ટ્રાયલ થઈ ચુક્યા છે અને અંતિમ ટ્રાયલ જલદૃી થવાનો છે. આ વેક્સિનનું નામ દ્ગફઠ-ર્ઝ્રફ૨૩૭૩ છે. કંપનીએ કીડાઓની કોશિકાઓનો ઉપયોગ કરીને કૃત્રિમ રીતે કોરોના વાયરસનાં ભાગ ‘સ્પાઇક પ્રોટીનને તૈયાર કર્યું છે. આ પ્રોટીનની મદૃદૃથી કોરોના વાયરસ માણસની રોગ પ્રતિકારક ક્ષમતાને ઉત્તેજિત કરવા માટે કોશિકાઓમાં ઘુસણખોરી કરે છે. કંપનીએ કહૃાું કે, તેણે મોસમી લૂને ઠીક કરવા માટે આ પ્રકારનાં કેમિકલનો ઉપયોગ કરીને વેક્સિન તૈયાર કરી છે જે ઘણી કારગર છે.
અમેરિકાએ નોવાવૈક્સને ઑક્સફર્ડ યૂનિવર્સિટીથી પણ વધારે પૈસા આપ્યા છે. ઑક્સફર્ડ યૂનિવર્સિટીને ૧.૨ અબજ ડૉલર આપવામાં આવ્યા હતા. ઑપરેશન રૈપ સ્પીડ અંતર્ગત અમેરિકાને આશા છે કે વેક્સિન ૨૦૨૧ સુધી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વાયરસથી અત્યાર સુધી ૫,૪૬,૭૬૫ લોકોનાં મોત થયા છે.