અમેરિકા ચીન દ્વારા આપવામાં આવતા કોઇ પણ પડકારનો સામનો કરવા તૈયાર

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનએ સત્તા સંભાળતાની સાથે જ ચીનને આકરો સંદેશ આપી દીધો છે. તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે, તેઓ પડકારોનો સામનો કરવા તૈયાર છે. બાઈડને એમ પણ કહૃાું છે કે, ચીન દ્વારા આપવામાં આવતા કોઈ પણ પડકારનો અમેરિકા સીધો સામનો કરશે સાથે જ દેશ હિતમાં અમેરિકા બેઈજીંગ સાથે મળીને કામ કરવામાં ખચકાશે પણ નહીં.

જો બાઈડને વિદેશ મંત્રાલયના કર્મચારીઓને ‘ફોગી બૉટમ મુખ્યાલયમાં સંબોધિત કરતા કહૃાું હતું કે, આપણે ચીન દ્વારા આર્થિક શોષણનો મુકાબલો કરીશું, માનવાધિકારો, બૌદ્ધિક સંપત્તિ અને વૈશ્ર્વિક શાસન પર ચીનના હુમલા ઘટાડવા માટે દંડાત્મક કાર્યવાહી કરીશું. આમ બાઈડને ‘અમેરિકા ઈઝ બેકનો સંદેશ પણ દુનિયાની આપી દીધો છે.

ચીનને લઈને જો બાઈડન પ્રશાસનની નીતિ કેવી રહેશે તેના સંકેત આપતા તેમણે કહૃાું હતું કે, અમેરિકાના હીતોની વાત આવે તો અમે બેઈિંજગ સાથે મળીને પણ કામ કરવા તૈયાર છીએ. અમે અમારા સહયોગીઓ અને ભાગીદારો સાથે મળીને કામ કરી, આંતરરાષ્ટ્રીય સંસ્થાનોમાં પોતાની ભૂમિકાને નવુ સ્વરૂપ આપીને, અમારી વિશ્ર્વસનિયતા અને નૈતિક અધિકારને પુન:પ્રાપ્ત કરી દેશમાં સ્થિતિ વધારે સુધારવા માટે કામ કરીશું.

જો બાઈડેને કહૃાું હતું કે, અમે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાની ભાગીદારી સુનિશ્ર્ચિત કરવા અને સંયુક્ત પડકારો પર વૈશ્ર્વિક કાર્યવાહીને પ્રેરિત કરવા નેતૃત્વની સ્થિતિમાં આવવાનું કામ આદરી દીધું છે. આ અગાઉ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેલ સુલિવને કહૃાું હતું કે, બાઈડન સરકારની પહેલી પ્રાથમિકતા ચીનના આર્થિક શોષણનો સામનો કરવાની છે, જેનાથી હાલ અમેરિકાની નોકરીઓ અને અમેરિકી કર્મચારીઓને વિપરીત અસર થઈ રહી છે.