અમેરિકા-પાકિસ્તાન વિદૃેશ મંત્રીની મુલાકાતના એક દિવસ પછી ભારત-અમેરિકા વિદૃેશમંત્રીની થઇ મુલાકાત

અમેરિકી વિદૃેશ મંત્રી એન્ટની બ્લિંકને મંગળવારે કહૃાું કે અમેરિકાએ હંમેશા ભારત અને પાકિસ્તાનને કૂટનીતિક અને સંવાદ દ્વારા મતભેદૃોને દૃૂર કરવા કહૃાું છે. સમાચાર એજન્સીએ બ્લિંકનને પૂછ્યું કે શું પાકિસ્તાનના વિદૃેશમંત્રી બિલાવલ ભુટ્ટો સાથે વાતચીત દરમિયાન ભારત સાથે સંબંધ સુધારવા અને ક્ષેત્રમાં સ્થિરતા પર વાત થઈ તો જવાબમાં બ્લિંકને કહૃાું કે, અમે હંમેશા અમારા મિત્રોને કૂટનીતિક અને વાતચીત દ્વારા મતભેદૃોનો ઉકેલ લાવવાનું કહૃાું છે. આ વલણ બદલાયું નથી અને બદલાશે પણ નહીં. વોિંશગ્ટનમાં વિદૃેશ મંત્રી એસ જયશંકર સાથે બ્લિંકને મુલાકાત કરી હતી. બંને નેતાઓની મુલાકાત એવા સમયે થઈ કે જ્યારે એક દિવસ પહેલા બ્લિંકને બિલાવલ સાથે મુલાકાત કરી હતી. સોમવારે બ્લિંકને કહૃાું હતું કે તેમણે પોતાના પાકિસ્તાની સમકક્ષને ભારત સાથે જવાબદારીવાળા સંબંધ બનાવવા કહૃાું હતું. બિલાવલ સાથે મુલાકાત બાદ બ્લિંકને સંક્ષિપ્તમાં કહૃાું કે વાતચીતમાં અમે ભારત સાથે જવાબદારીભર્યા સંબંધોના મહત્વ પર વાત કરી. આ અઠવાડિયાની શરૂઆતમાં અમેરિકી વિદૃેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે કહૃાું હતું કે ’અમારા જે સંબંધ ભારત સાથે છે, તેનું અલગ મહત્વ છે અને પાકિસ્તાન સાથેના સંબંધોનું અલગ.’ બીજી બાજુ ભારતના વિદૃેશમંત્રી જયશંકરે કહૃાું કે લોકતંત્રની પ્રભાવશીલતા અને ગુણવત્તા બીજા નક્કી કરે એ ભારત માનતું નથી. તેમણે કહૃાું કે દરેક દૃેશ પોતાના ઈતિહાસ, પરંપરા અને સામાજિક સંદર્ભથી લોકતંત્ર, માનવાધિકાર અને સુશાસન તરફ આગળ વધે છે. જયશંકરે અમેરિકાના વિદૃેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે કહૃાું કે, ’અમે છેલ્લા બે દિવસમાં લોકતંત્ર, માનવાધિકારો તથા સુશાસનને મજબૂત કરવા માટે અમારી પ્રતિબદ્ધતા પર વાત કરી છે.’ તેમણે કહૃાું કે ભારત એ નથી માનતું કે લોકતંત્રની પ્રભાવશીલતા કે ગુણવત્તા બીજા નક્કી કરે. બંને નેતાઓએ સુરક્ષા, અર્થવ્યવસ્થા અને ભૂ-રાજનીતિના સંયુક્ત લક્ષ્યો પર બંને દૃેશોના આગળ વધવાની રીતો ઉપર પણ ચર્ચા કરી. જયશંકરે કહૃાું કે છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દૃેશો વચ્ચે સંબંધોનો દાયરો અને ઊંડાણ ઘણું વધું ગયું છે. તેમણે કહૃાું કે આજની બેઠકમાં અમે રાજનીતિક રીતે એક સાથે મળીને કામ કરવા અને મહત્વના ક્ષેત્રીય મુદ્દાઓ અને વૈશ્ર્વિક પડકારો પર કોઓર્ડિનેશન કરવા પર ચર્ચા કરી. તેમણે ખાસ કરીને યુક્રેન અને હિન્દ પ્રશાંત સ્થિતિ પર ચર્ચાનો ઉલ્લેખ કર્યો.