અમેરિકા હંમેશા ભારતના લોકોનો વિશ્વાસપાત્ર મિત્ર રહેશે: વ્હાઇટ હાઉસ

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે ભારતીયો અને ભારત એમ બંને મુદ્દા ચર્ચાનો વિષય બન્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અમેરિકામાં રહેતા ભારતીય સમુદૃાયના લોકોનું પણ ઘણું યોગદાન રહેશે. જેને ધ્યાનમાં રાખીને વ્હાઈટ હાઉસે કહૃાું હતું કે, અમેરિકા હંમેશા ભારતના લોકોનો વિશ્વાસપાત્ર મિત્ર રહેશે.
અમેરિકાએ કહૃાું હતું કે, અમેરિકા બંને દૃેશો વચ્ચે સંબંધોને વધુ મજબુત કરવા માટે ઉત્સુક છે. વ્હાઈટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદૃે ભારતના ૭૪માં સ્વતંત્રતા દિવસની પૃષ્ઠભૂમિમાં ટ્વિટ કરીને કહૃાું હતું કે, તાજેતરમાં જ જેમણે પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો છે તેવા ભારતમાં અમારા મિત્રોને શુભેચ્છા પાઠવીએ છીએ.
અમેરિકામાં આગામી નવેમ્બર મહિનામાં જ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવવાની છે. જેમાં ભારત અને અમેરિકામાં વસતા ભારતીયો પર બંને પક્ષ નજર દોડાવી રહૃાાં છે. થોડા દિવસ પહેલા જ એનએસસી સાથે જોડાયેલા વરિષ્ઠ પદાધિકારીએ કહૃાું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત સાથેના સંબંધોને નવી ઊંચાઈ આપી છે, જે અગાઉના કોઈ પણ રાષ્ટ્રપતિના કાર્યકાળમાં જોવા મળી નથી. ફેબ્રુઆરીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંને દૃેશો વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈ પર લઈ ગયા, જે ઈન્ટરનેશનલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને લઈને ખુબ મહત્વનું છે.