અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું નિવેદન

  • ચૂંટણી હારીશ તો સરળતાથી નહીં છોડુ સત્તા,વ્હાઇટ હાઉસ છોડવાની કોઇ ગેરંટી નહીં

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવેમ્બર મહિનામાં યોજાનારી ચૂંટણીમાં હારી જવાની સ્થિતિમાં શાંતિપૂર્ણ રીતે સત્તાનું હસ્તાંતરણ કરવાથી ઇક્ધાર કરી દીધો છે. બુધવાર (૨૩ સપ્ટેમ્બર)ના રોજ વ્હાઇટ હાઉસમાં પત્રકાર સમ્મેલનમાં ટ્રમ્પને પુછવામાં આવ્યું હતુ કે નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં જો તેઓ બાઇડનથી ચૂંટણી હારી જાય છે તો સત્તા ટ્રાન્સફર કેટલી સરળ હશે? તેના જવાબમાં ટ્રમ્પે કહૃાું કે કોઇ ગેરંન્ટી નથી આપી શકતો. જોકે, તેમણે તેમ પણ કહૃાું કે,‘ઠીક છે, હજી આપણે તે જોવાનું છે કે પરીણામ શું આવે છે?
    ટ્રમ્પ ઓપીનીયન પોલમાં પોતાના પ્રતિદ્વંદી અને ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડનની પાછળ ચાલી રહૃાાં છે. દરમિયાન ટ્રમ્પે ફરી ચૂંટણીના આયોજનની રીત પર પોતાની ફરિયાદો શરુ કરી દીધી છે.
    ટ્રમ્પે કહૃાું કે આ વખતે અમેરિકાની ચૂંટણીના પરીણામ સુપ્રમી કોર્ટ સુધી પહોંચી શકે છે કારણકે તેમણે પોસ્ટલ વોિંટગને લઇને શંકા છે. જણાવી દઇએ કે અમેરિકાના મોટાભાગના રાજ્ય કોરોના વાઇરસથી લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પોસ્ટલ બેલેટ વડે વોિંટગ કરાવાના પક્ષમાં છે.
    ટ્રમ્પે આગળ કહૃાું કે,‘તમે જાણો છે કે પોસ્ટલ બેલેટને લઇને મારી ફરિયાદ રહી છે કે આ એક આપદા છે. ટ્રમ્પ અગાઉ ઘણીવાર દાવો કરી ચુક્યા છે કે પોસ્ટલ બેલેટ(પોસ્ટમાં મોકલવામાં આવતા બેલેટ પેપર)માં મોટાપાયે ઘોખાઘડીનું સાધન છે અને ડેમોક્રેટ દ્વારા ચુંટણી પ્રક્રિયામાં ધાંધલી કરવા માટે તેને પ્રોત્સાહિત કરવામાં આવી રહૃાું છે. જોકે, અત્યાર સુધી એવા કોઇ પુરાવા નથી મળ્યા કે હજી સુધી હાથ ધરાયેલી અમેરિકાની ચૂંટણીમાં મોટી કોઇ ધોખાધડી થઇ હોય.