અમે અમારા ખેલાડીઓનો સાથ છોડતા નથી: સીએસકે કોચ લેમિંગ

ચેન્નઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ સ્ટીફન લેમિંગએ કહૃાુ કે, ખરાબ પરિણામ છતાં તેની ટીમે પોતાના ખેલાડીઓ પર વિશ્વાસ જાળવી રાખ્યો અને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વોટસનનું ફોર્મ તેનું ઉદાહરણ છે કે તેમનો નિર્ણય યોગ્ય હતો. ઓપિંનગ બેટ્સમેન વોટસને પાંચમી મેચમાં ૫૩ બોલ પર ૮૩ રન બનાવ્યા જેની મદદથી ચેન્નઈએ હારની હેટ્રિક બાદ રવિવારે કિંગ્સ ઇલેવન પંજાબને દસ વિકેટથી પરાજય આપ્યો હતો. લેમિંગે મેચ બાદ ઓનલાઇન પ્રતિક્રિયામાં કહૃાુ,
તેનાથી મદદ મળે છે કારણ કે ખેલાડીઓને ખ્યાલ હોય છે કે તેને વધુ તક મળશે. અમે ટીમમાં ફેરફારની જગ્યાએ નબળાઈને ઠીક કરવામાં વિશ્વાસ રાખીએ છીએ. તમને તે પણ ખ્યાલ નથી હોતો કે ફેરફાર ઉપયોગી સાબિત થશે કે નહીં. તેમણે કહૃાું, ’અમે સુધારનો પ્રયાસ કરીએ છીએ અને ખેલાડી ફોર્મમાં આવે ત્યાં સુધી તેનો સાથ આપીએ છીએ.’ તે પૂછવા પર વોટસને ખરાબ ફોર્મમાંથી બહાર આવવું શું કહૃાું તો લેમિંગે કહૃાુ, કંઈ નહીં. તેમણે કહૃાું- અનુભવી ખેલાડીની આ તાકાત હોય છે.
જો તે નેટ્સ પર ખરાબ ફોર્મમાં હોય તો સમસ્યા હોય પરંતુ તે સારૂ રમી રહૃાો છે. આ સમયની વાત હોય છે. તેનું ફોર્મ અમારા માટે મહત્વનું છે. દસ વિકેટે જીત છતાં કોચે કહૃાું કે, તેની ટીમ સર્વશ્રેષ્ઠ ફોર્મમાં નથી. તેમણે કહૃાું, આ પ્રકારના પ્રદર્શનથી ઘણું ઢંકાઇ જાય છે પરંતુ અમે સર્વશ્રેષ્ઠ ફોર્મમાં નથી. ફાફ સારૂ રમી રહૃાો હતો અને હવે વોટસન ફોર્મમાં આવી ગયો છે.