અમે છ વર્ષથી કોરોનાની વેક્સીન તૈયાર કરી રહૃાા હતા: રશિયા

કોરોનાની વેક્સીનને લઈને રશિયાએ દૃાવો કર્યો છે કે, તેઓ છ વર્ષથી કોરોનાની વેક્સીન તૈયાર કરવામાં લાગ્યા હતા. રશિયાના સોવરેન વેલ્થ ફંડ આરડીઆઈએફના પ્રમુખ કિરિલ દમિત્રિવે ગુરુવારે આ વાતનો ખુલાસો કર્યો છે.

તેમણે જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી અમે ઈબોલા, મર્સ અને સાર્સ વાયરસને લઈને વેક્સીન વિકસિત કરી રહૃાા હતા જે કોરોના પ્રજાતિના જ વાયરસ છે. કોવિડ-૧૯ અને મર્સમાં ઘણી સમાનતા છે અને અમે બે વર્ષથી મર્સની વેક્સીન બનાવી રહૃાા હતા. જેને કારણે અમે સૌથી પહેલા વેક્સીન બનાવવામાં સફળ રહૃાા છે.

દુનિયામાં હાલ મર્સની કોઈ વેક્સીન નથી. જ્યારે ઈબોલાની પ્રથમ વેક્સીનને ડિસેમ્બર ૨૦૧૯માં મંજૂરી મળી ગઈ છે. રશિયાની વેક્સીન નવેમ્બર – ડિસેમ્બરમાં બજારમાં આવી શકે છે. દમિત્રિવે જણાવ્યું છે કે, જેમને રશિયાની વેક્સીન પર વિશ્ર્વાસ નથી તેઓ પોતાની વેક્સીન તૈયાર કરી શકે છે.