અમે શરૂઆતમાં વિકેટ ગુમાવી દીધી હતી, અમારાથી ભૂલ થઈ: સ્મિથ

કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સના વિજય રથને દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રોકી દીધો હતો. સ્ટિવ સ્મિથની કેપ્ટનશિપવાળી રાજસ્થાન રોયલ્સ સતત ત્રીજી મેચ જીતનો ઝંડો લહેરાવી શકી ન હતી. તેની જીતની હેટ્રિક અધૂરી રહી ગઈ હતી. શારજાહમાં પોતાની છેલ્લી બે મેચોમાં ૨૦૦થી વધારે રન બનાવનાર રાજસ્થાન રોયલ્સની ટીમ ૧૭૫ રનોનાં લક્ષ્યનો પીછો કરતાં ૯ વિકેટ પર ૧૩૭ રન જ બનાવી શકી હતી અને કોલકાતાએ તેને ૩૭ રનોથી માત આપી હતી.
યુએઈમાં આયોજિત આઈપીએલની આ સિઝન દરમિયાન દુબઈ સ્ટેડિયમમાં પહેલી બેટિંગ કરનાર ટીમની ફરી એકવાર જીત થઈ છે. દુબઈમાં આ સિઝનમાં અત્યાર સુધી ૬ મેચ થઈ છે અને તમામ મેચમાં પહેલી બેટિંગ કરનાર ટીમે જીત હાંસલ કરી છે. ટોસ જીતીને કોલકાતાને બેટિંગ આપવાના સ્મિથના નિર્ણયથી ફેન્સ ચોંકી ઉઠ્યા હતા. કેમ કે, આ અગાઉ દુબઈમાં પહેલી બેટિંગ કરનાર ટીમોએ તમામ પાંચ મેચ જીતી હતી. અને ગઈકાલે આયોજિત છઠ્ઠી મેચમાં પણ આમ જ થયું.
મેચ બાદ રાજસ્થાનના કેપ્ટન સ્ટિવ સ્મિથે કહૃાું કે, અમે શરૂઆતમાં વિકેટ ગુમાવી દીધી હતી અને અમારા બેટ્સમેનોને એમ લાગતું હતું કે તેઓ શારજાહના ગ્રાઉન્ડમાં રમી રહૃાા છે. આ મેદાન બહું મોટું હતું અને ચોગ્ગા-છગ્ગા લાગી રહૃાા ન હતા. અમે વિકેટ મુજબ ન ઢળી શક્યા અને મેદાનના આકારને આંકવામાં ભૂલ કરી દીધી.