- બે ગામોને જોડતા ટૂંકા રસ્તાની હવે કાયા પલટ થશે અને લોકોની મુશ્કેલી દુર થશે
- સાંસદશ્રીએ તા. 16 જુલાઈ, 2020ના રોજ ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલને રૂબરૂ મળી રજૂઆત ક2ી હતી
અમરેલી,
સ્થાનિક રહીશોની જૂની માંગણીને ધ્યાને લઈ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જીલ્લાના બે ગામોને જોડતા ટુંકા રસ્તા અમરેલી ટાંકાધાર-ભોજલીયા હનુમાન-ચકકરગઢ (અંદાજિત પ.00 કી.મી.) રોડનું કામ મંજુર કરાવેલ છે. સાંસદશ્રીએ અગાઉ લેખિત રજૂઆતો ક્યા બાદ તા. 1પ જૂલાઈ, 2020 ના રોજ ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી-વ-માગ અને મકાન મંત્રી શ્રી નીતિનભાઈ પટેલને રૂબરૂ મળી રજૂઆત કરેલ હતી. આ તકે, સાંસદશ્રીએ અમરેલી-ચકકરગઢ રોડ બે ગામને જોડતો ટૂંકો માગ હોવાની સાથે સાથે સદર રસ્તા ઉપર કોઈપણ પ્રકારનું જમીન સંપાદન આવતુ નથી અને આ રોડ ઉપર માટીકામ, મેટલીંગ, ડામરકામ, નાળા કામ, પુલો, સી.સી.રોડ અને પ્રો. વોલના કામ સબબ રૂા. 3પપ લાખની દરખાસ્ત પણ સર રકારશ્રીમાં મોકલી આપવામાં આવેલ હોવાની રજૂઆત કરેલ હતી.
સાંસદશ્રીની રજૂઆત અન્વયે શ્રી નીતિનભાઈ પટેલ તરફથી દરખાસ્ત મંગાવી સદર રોડનું કામ મંજુર કરવામાં આવેલ છે. તે બદલ સાંસદશ્રીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનો આભાર વ્યક્ત કરેલ છે.