અમરેલી જિલ્લામાં 43 સ્થળોએ દેશી દારૂના દરોડા : મહિલાઓ સહિત 30 શખ્સો ઝડપાયા

અમરેલી,
અમરેલી જીલ્લા પોલીસ વડા શ્રી નિર્લીપ્ત રાય દ્વારા જીલ્લામાં પ્રોહીની પ્રવૃતિને નેસ્ત નાબુત કરવા અપાયેલ સુચના મુજબ અમરેલી જીલ્લામાં જુદા જુદા સ્થળોએ ડ્રિન્કસ એન્ડ ડ્રાઇવ દરમીયાન 68 શખ્સોને નશો કરેલી હાલતમાં ઝડપી પાડી જેલની હવા ખવડાવી સરભરા કરી હતી.
જયારે જિલ્લામાં જુદા જુદા 43 સ્થળોએ દેશી દારૂના દરોડાઓ પાડીને મહિલાઓ સહિત 30 શખ્સોને ઝડપી પાડયા હતા.
રાજુલામાં જીતુ ઉર્ફે ગોબર પરસોતમભાઇ સોલંકીને આથો 10 લી.દેશી 3 લી.મળી રૂા.98 સાથે જાફરાબાદમાં કિસન લીંબાભાઇ બાંભણીયાને દેશી 3 લી.રૂા.60 સાથે, ખાંભાના જીવાપરમાં બાબુ રૂડાભાઇ પરમારને દેશી 3 લી.રૂા.70 સાથે, બગસરાના હાલરીયામાં દિનેશ ભગાભાઇ માધડને દેશી 4 લી.રૂા.100 સાથે, બગસરામાં રસુલ ધીરૂભાઇ વાઘેલાને દેશી 4 લી.રૂા.98 સાથે, વડીયામાં સોમા વલ્લભભાઇ જખવાડીયાને દેશી 3 લી.રૂા.70 સાથે, સાવરકુંડલાના દોલતીમા ભુપત વાલાભાઇ રાફુચાના રહેણાંક મકાને દેશી 20 લી.રૂા.440 નો કબ્જે કરેલ.મેરીયાણામાં ગોરડકા ગામના પ્રવિણ બાઘાભાઇ પરમારને દેશી 20 લી.રૂા.440 સાથે, ચલાલામાં મીનાબેન ભુપતભાઇ માથાસુડીયાને દેશી 5 લી.રૂા.110 સાથે, બાબરાના અમરાપરામાં કાળુ નાથાભાઈ મોરવાડીયાને દેશી 5 લી.રૂા.110 સાથે , બાબરામાં મેહુલ બાબુભાઇ ભવાણીયાને દેશી 7 લી.રૂા.150 સાથે, લીલીયાના ભોંરીગડા કુતાણા ગામે મીનાબેન સારાભાઇ પરમારને દેશી 5 લી.રૂા.100 સાથે, સાવરકુંડલામાં અતુલ બાલાભાઇ પાટડીયાને દેશી 20 લી.રૂા.440ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.