અમર ડેરીમાં મહિલાઓને પ્રતિનિધીત્વ

  • મહિલા સશક્તિકરણનું ઉતમ ઉદાહરણ
  • શ્રી સંઘાણી અને શ્રી સાવલીયાનો આભાર માનતા ભાવનાબેન ગોંડલીયા

અમરેલી, (ડેસ્ક રિપોર્ટર)
નારી તુ નારાયણી … જેવા સુત્રો તો દરેક જગ્યાએ લખાય છે પણ અમરેલીમાં તેનું તાશ્ય ઉદાહરણ જોવા મળેલ છે. તાજેતરમાં અમરેલી જિલ્લાની જીવાદોરી સમી અમર ડેરીની ચુંટણી યોજાણી હતી. જેમાં કુલ 17 ડિરેકટરોની બિનહરીફ વરણી થઈ હતી તો 17 માંથી સાત મહિલાઓને અમર ડેરી માં ડિરેકટરનું સ્થાન આપવામાં આવ્યુ છે જે ખુબ આનંદની વાત છે મહિલા શશક્તિકરણના યુગનો આરભ અમરેલીના પનોતા પુત્ર રાષ્ટ્રીય સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણીની આગેવાનીમાં થયો છે.
અત્રે ઉલેખનીય છે કે અમરેલી જીલ્લા મધ્યસ્થ બેંક હોય કે અમર ડેરી હોય સૌ પ્રથમ વખત મહિલાઓ ને સ્થાન તેઓના નેતૃત્વમાં જ મળ્યુ છે. સહકારી ક્ષેત્રમાં મહિલાઓના પદાર્પણ થી આગામી દિવસોમાં ઘર ઘર સુધી સહકારી પ્રવૃતિ પહોચશે એવી આશા વ્યક્ત કરી હતી. આ તકે મહિલાઓને આગવુ સ્થાન આપવા બદલ દિલીપભાઈ સંઘાણી તેમજ અશ્ર્વિનભાઈ સાવલીયાનો ભાવનાબેન ગોંડલીયાએ આભાર વ્યક્ત ર્ક્યો હતો.