અયોધ્યા એરપોર્ટનું નામ બદલીને ભગવાન શ્રી રામના નામે રખાશે

  • યોગી સરકારનો મોટો નિર્ણય

    અયોધ્યા એરપોર્ટનું નામ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના નામ પર કરવામાં આવશે. આ સાથે જ એરપોર્ટને હવે ઈન્ટરનેશનલ લેવલનું બનાવવામાં આવશે. યોગી સરકારે એરપોર્ટનું નામ બદલવા અને એરપોર્ટનો વિસ્તાર વધારવા માટે કવાયત શરૂ કરી દીધી છે. એરપોર્ટનું નિર્માણે ડિસેમ્બર ૨૦૨૧ સુધી પુર્ણ કરવાની યોજના યોગી સરકારે બનાવી છે.
    રામ મંદિર બન્યા બાદ અયોધ્યામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શ્રદ્ધાળુઓની સંખ્યામાં ભારે વૃદ્ધિ થશે. તેના નજરમાં રાખતાં એરપોર્ટના વિસ્તારની યોજના બનાવવામાં આવી છે. અયોધ્યા એરપોર્ટને હાલ ઈન્ટરનેશનલ લેવલનો દરજ્જો મળ્યો નથી, પણ રાજ્ય સરકાર આંતરરાષ્ટ્રીય માપદૃંડોના આધારે તૈયારી કરાવી રહી છે, જેથી એરપોર્ટ શરૂ થાય તે પહેલાં જ ઈન્ટરનેશનલ લેવલનો દરજ્જો મળી શકે.
    અયોધ્યા સ્થિત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટમાં આકાર આપવા માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. એરપોર્ટના રન વેને મોટા વિમાનો માટે પણ તૈયાર કરવામાં આવી રહૃાો છે. પહેલાં તબક્કામાં અહી છ ૩૨૧ અને બીજા તબક્કામાં ૭૭૭.૩૦૦ શ્રેણીના વિમાનોનું સંચાલન શરૂ કરવામાં આવશે.
    ઈઈૈંએ અગાઉ જ પ્રી ફિઝિબિલિટી સ્ટડી પૂરી કરી લીધી છે. તે અનુસાર રાજ્ય સરકાર ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે લગભગ ૬૦૦ એકર ભૂમિ ભારતીય વિમાનપત્તન પ્રાધિકરને ઉપલબ્ધ કરાવશે. યોગી સરકારે અયોધ્યા સ્થિત રનવે તેમજ એરપોર્ટના વિકાસ માટે ૫૨૫ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે.