દૃેશની આંતરરાષ્ટ્રીય જળ સિમાં પાસેના અરબી સમુન્દ્રમાંથી ફરી એક વખત પાકિસ્તાની બોટ અને ૬ ઘૂશણખોરોને રૂ. ૨૦૦ કરોડના ૪૦ કિલો હેરોઇનના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના સયુંકત ઓપરેશન દરમિયાન દૃેશમાં નશીલા પદાર્થ ઘૂસાડવાના ષડ્યંત્રને નિષ્ફળ બનાવાયુ હતું. ઝડપાયેલી બોટ અને તેમાં સવાર ૬ ઘૂશણખોરોને દબોચી લીધા બાદ તપાસ એજન્સી કચ્છના જખૌ બંદર ખાતે પહોંચવા રવાના થઈ છે. જે સંભવિત આજે સાંજ સુધીમાં પહોંચી આવ્યા બાદ આગળની તપાસ હાથ ધરવામાં આવશે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ અંગે પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ ગુજરાત એટીએસ ને મળેલા ઇનપુટના આધારે રાત્રે કચ્છ સામેના અરબી સમુન્દ્રમાં આંતરરાષ્ટ્રીય જળ સિમાં પર કોસ્ટગાર્ડની સાથે સુરક્ષા એજન્સી દ્વારા સયુંકત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમ્યાન સામે પારથી દૃેશની જળ સિમાં અંદર ઘુસી આવેલી પાકિસ્તાની બોટને તાકીદ કરી અટકાવવામાં આવી હતી અને બોટને લઈ તપાસ કરતા તેમાંથી ૪૦ કિલો હેરોઇનનો જથ્થો મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ઝડપેલાં દ્રગ્સના જથ્થાની િંકમત રૂ. ૨૦૦ કરોડ હોવાનું તારણ સામે આવ્યું છે. કોસ્ટગાર્ડ અને સુરક્ષા એજન્સી દ્વારા વધુ એક નશીલા પદાર્થની ઘુશળખોરીના ષડ્યંત્રને નિષ્ફળ બનાવી સફળતા મેળવી છે. સંભવિત સાંજના ૫ વગાયની આસપાસ અબડાસા તાલુકાના જખૌ બંદર ખાતે પહોંચ્યા બાદ વધુ તપાસ સાથે આગળની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવસે, એવું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે છેલ્લા વર્ષ દરમ્યાન આ સમુન્દ્રમાંથી નશીલા પદાર્થ સાથે પાકિસ્તાની બોટ અને ઘુશલખોર ઝડપાયાની આ ત્રીજી ઘટના છે. આ પૂર્વે રૂ. ૫૬૦૦ કરોડના દ્રગના જથ્થા સાથે ૯ પાકિસ્તાની ઘુશલખોર સુરક્ષા તંત્રના હસ્તે ઝડપાઈ ચુક્યા છે.