અરુણાચલ પ્રદૃેશમાં એન્કાઉન્ટરમાં ૬ ઉગ્રવાદૃી ઠાર : ચાઈનીઝ બનાવટના હથિયાર મળ્યા

  • અસમ રાઈફલ્સનો એક જવાન ઘાયલ

    અરુણાચલ પ્રદૃેશમાં સૌથી મોટા હુમલાની ફિરાકમાં ઘૂસેલા ૬ ઉગ્રવાદૃીઓને સુરક્ષા દૃળે ઠાર કર્યા છે. ઠાર કરવામાં આવેલા ઉગ્રવાદૃીઓ પાસે હથિયારોનો મોટો જથ્થો હતો. અસમ રાઈફલ્સ દ્વારા ચલાવવામાં આવેલા અભિયાનમાં એક જવાન ઘાયલ થયો છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે.
    મળતી માહિતી મુજબ અસમ રાઈફલ્સને ખાનગી માહિતી મળી હતી કે જનરલ વિસ્તારમાં ખોંસામાં નેશનલ સોશલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ(એનએસસીએન-આઈએમ)ના કેટલાક ઉગ્રવાદૃી છુપાયેલા છે. આ જાણકારીના આધારે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું.
    અસમ રાઈફલ્સ અને અરુણાચલ પ્રદૃેશ પોલીસની સાથે મળીને સવારે સમય લોંગિંડગ જિલ્લાનાએનગિનૂ ગામમાં સર્ચ ઓપરેશન કર્યુ હતુ. આ દૃરમિયાન ટીમ અને એનએસસીએન-આઈએમ ઉગ્રવાદૃીઓની વચ્ચે અથડામણ થઈ હતી.
    આ એક્ધાઉન્ટરમાં ૬ ઉગ્રવાગીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ એક્ધાઉન્ટરમાં અસમ રાઈફલ્સનો એક જવાન ઘાયલ થયો હતો. અથડામણ સવારે ૪.૩૦ વાગે થઈ હતી. ઘટના સ્થળ પરથી હથિયારોની સાથે યુદ્ધક જેવી સામગ્રી મળી આવી હતી.
    અરુણાચલ પ્રદૃેશના ડીજીપીએ જણાવ્યુ હતું કે એક્ધાઉન્ટર બાદૃમાં સ્થળ પરથી ૪ એકે ૪૭ રાઈફલ્સ અને ૨ ચીની એમક્યૂ કબ્જે કરવામાં આવ્યા હતા. હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.