અર્જુન કપૂર બાદ હવે મલાઈકા અરોરા થઇ કોરોના સંક્રમિત

અર્જૂન કપૂરના કોરોના પોઝિટિવ થયા બાદ હવે સમાચાર સામે આવી રહૃાા છે કે, મલાઇકા અરોરા પણ કોવિડ-૧૯થી સંક્રમિત થઇ છે. રિપોર્ટ અનુસાર, તેનામાં કોરોનાના લક્ષણ તો નથી પરંતુ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે પોતાની જાતને ક્વોરેન્ટાઇન કરી છે. સૂત્રોના અનુસાર, મલાઇકાની બહેન અમૃતા અરોરાએ આ વાતની પુષ્ટિ કરી છે કે મલાઇકા કોરોના પોઝિટિવ છે. તે ડાન્સ રિયલિટી શો, ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરને પણ જજ કરતી રહી છે.
આ શોના સેટ પર થોડા દિવસ પહેલા કેટલાક ક્રૂ મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ પહેલા અર્જૂન કપૂરએ સોશિયલ મીડિયા પર તેના કોરોના પોઝિટિવ આવ્યાની જાણકારી આપી હતી. આ પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, આ મારી જવાબદૃારી છે કે હું તમને બધાને જાણ કરું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું અત્યારે સ્વસ્થ અનુભવ કરી રહૃાો છું અને મારા શરીરમાં કોરોનાના લક્ષણ દૃેખાઇ રહૃાાં નથી. મેં ડોક્ટર અને તંત્રની સલાહ પર પોતાને આઇસોલેટ કર્યો છે અને હું હોમ ક્વોરેન્ટાઇમાં રહીશ.