અર્જુન તેંડુલકરને સૈયાલ મુસ્તાક અલી ટ્રોફી માટે મુંબઇની ટીમમાં સ્થાન મળ્યું

ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનો દીકરાની હવે સીનિયર ટીમમાં પસંદગી થઇ છે. ડાબોડી ફાસ્ટ બૉલર અર્જૂન તેંદુલકરને પહેલીવાર મુંબઇની સીનિયર ટીમમાં સ્થાન મળ્યુ છે. અર્જૂન તેંદુલકરનુ નામ સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી માટે સિલેક્ટ કરવામાં આવેલા મુંબઇના ૨૨ ખેલાડીઓમાં સામેલ છે. આ પહેલા અર્જૂન તેંદુલકર મુંબઇની જૂનિયર ટીમ માટે રમતો હતો.

મુંબઇ ટીમના મુખ્ય પસંદગીકર્તા સલિલ અંકોલાએ આની પુષ્ટી કરી, અર્જૂન ઉપરાંત ફાસ્ટ બૉલિંર કૃતિક એચને પણ ટીમમાં રાખવામાં આવ્યો છે. એમસીએના એક અધિકારીએ કહૃાું આ પહેલા બીસીસીઆઇએ ૨૦ સભ્યોની ટીમને પસંદ કરવાનુ કહૃાું હતુ, પરંતુ બાદમાં કહૃાું કે, ૨૨ સભ્યો પસંદ કરી શકાશે.

અર્જૂન તેંદુલકર મુંબઇની જુદીજુદી એજવર્ગમાં કેટલીય ટૂર્નામેન્ટ રમી ચૂક્યો છે. તે ભારતીય ટીમને નેટ પર બૉગ પણ કરતો રહૃાો છે, અને શ્રીલંકાનો પ્રવાસ કરનારી ભારતની અંડર ૧૯ ટીમમાં પણ રહૃાો હતો.

મુંબઇની ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ છે, ૧૦ જાન્યુઆરીથી શરૂ થઇ રહેલી ટૂર્નામેન્ટમાં મુંબઇની બધી મેચો ઘરેલુ મેદાન પર જ રમવાની છે. સૂર્ય કુમારની નજર સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીમાં સારુ પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડ સીરીઝ માટે ટીમ ઇન્ડિયામાં પહેલીવાર જગ્યા બનાવવાનુ હશે.