અર્જુન બિજલાની બન્યો ખતરો કે ખિલાડી ૧૧નો વિજેતા

દિવ્યાંકા ત્રિપાઠી અર્જુન બિજલાનીને ટક્કર આપવા માટે છેલ્લે સુધી રહી અને ખતરોં કે ખિલાડી ૧૧ ની પ્રથમ રનર અપ બની. દિવ્યાંકા લાસ્ટ ટાસ્ક પુરો કરવામાં ૨૦ સેકન્ડના સમયના અંતરમાં અર્જુનથી હારી ગઇ. સ્ટંટ બેસ્ડ રિયાલીટી શોમાં અર્જુન અને દિવ્યાંકા સિવાય શ્ર્વેતા તિવારી, રાહુલ વૈદ્ય, વિશાલ આદિત્ય સિંહ અને વરુણ સુદ ફાઇનલિસ્ટ હતા. અગાઉ, અભિનેતાએ કહૃાું હતું કે આ વખતે ખતરોં કે ખિલાડી કોરોના વાયરસને કારણે તદ્દન અલગ દેખાઈ રહી છે. તેમણે કહૃાું  ‘આ વર્ષે તે જીતવા કે હારવાની વાત નથી. તે આપણી ઇચ્છાશક્તિને ઉંચી રાખવા અને આગળ વધવા માટે વધુ છે. મને ખાતરી છે કે આ વર્ષે શોમાં ભાગ લેનાર દરેક સ્પર્ધક વિજેતા છે કારણ કે આ પહેલા જેવી પરિસ્થિતિ નથી. અર્જુન આગળ કહે છે- ‘આ સમયે, પોતાને ડાર્ક ઝોન અને નકારાત્મકતામાંથી બહાર લાવવાની ઉર્જા વખાણ કરવા લાયક છે. શૂટ સિવાય અર્જુને હોસ્પિટલમાં એક એવી સંસ્થાને મદદ કરે છે જે દેશભરની હોસ્પિટલમાં કોવિડ દર્દૃીઓ માટે બેડ શોધવામાં મદદ કરે છે.રોહિત શેટ્ટીના સ્ટંટ આધારિત રિયાલિટી શો ખતરોં કે ખિલાડી ૧૧ ને તેનો વિજેતા મળ્યો છે અને તેની જાહેરાત પણ કરવામાં આવી છે. દરેક લોકોને પાછળ છોડીને અભિનેતા અર્જુન બિજલાની રોહિત શેટ્ટીના શોની આ સિઝનમાં વિજેતા બન્યા છે. ખતરોં કે ખિલાડી સિઝન ૧૧ જીતવાની સાથે, અર્જુન બિજલાની ટ્રોફી અને નવી કાર તેમજ ઇનામમાં મોટી રકમ મળી છે.