અર્જુન રામપાલે એનસીબી સમક્ષ હાજર થવા ૨૧ ડિસેમ્બર સુધીનો સમય માંગ્યો

બોલિવૂડ ડ્રગ્સ કનેક્શન કેસમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ અભિનેતા અર્જુન રામપાલને આજે એટલે કે બુધવારે પૂછપરછ માટે બોલાવ્યો છે. એનસીબીએ અર્જુન રામપાલને સમન્સ પાઠવ્યું છે. જેને લઈને અભિનેતાએ ૨૧ ડિસેમ્બર સુધીનો સમય માંગ્યો છે. તેણે પર્સનલ કામ હોવાનું કારણ બતાવી કહૃાું કે તે એનસીબી સમક્ષ હાજર નહી રહી શકે. તે ૨૨ ડિસેમ્બરે ૧૧ વાગ્યે તપાસ માટે હાજર થઈ જશે.

ગયા મંગળવારે એનસીબીએ અર્જુન રામપાલને સમન્સ પાઠવ્યું હતું. આ પહેલા પણ નવેમ્બર મહિનામાં એનસીબીએ અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલા ડેમેટ્રિએડ્સની કેટલાક કલાકો સુધી પૂછપરછ કરી હતી. ત્યારબાદ એજન્સી દ્વારા અભિનેતાના ઘરની તપાસ પણ કરવામાં આવી હતી. તેમના ઘરેથી લેપટોપ, મોબાઈલ ફોન અને ટેલબેટ જેવા સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. જેના પછી તેને એનસીબી ઓફિસે બોલાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અર્જુનના ઘરેથી કોઈ ડ્રગ્સ મળી આવ્યું ન હતું. પરંતુ કેટલીક એવી દવાઓ મળી આવી હતી જેના એનડીપીએસ તરફથી પ્રતિબંધિત કરવામાં આવી છે.

પૂછપરછ દરમિયાન અર્જુન રામપાલે મીડિયાને કહૃાું હતું કે, ડ્રગ્સ સાથે મારે કોઈ લેવા દેવા નથી. મારા ઘરેથી કેટલીક દવાઓ મળી આવી છે. જેનું પ્રિસ્ક્રિપ્શન મેં એનસીબીને આપ્યું છે. હું તપાસમાં બનતી તમામ મદદ કરી રહૃાો છું. એનીસીબી દ્વારા ખુબ જ સારી રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે.