અર્ધા અમરેલીની જમીન માટે કરાયેલા દાવાનાં દસ્તાવેજો નકલી નીકળ્યાં : ગુનો દાખલ કરાયો

અમરેલી,
અમરેલીમાં ખુબ જ કિંમતી સરકારી જમીન અને મિલ્કતો પોતાના નામે દાખલ કરાવવા કાવતરૂ ઘડી સરકાર સાથે છેતરપીંડી કરવાની કોશીશ કરનાર શખ્સો સામે ગુનો નોંધાયો છે આ બનાવ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર અમરેલીનાં અરજદાર વલીભાઇ સુલેમાનભાઇ મેતર રહે. ગોદાલનગર તા. વલસાડ વાળાના કુલ મુખત્યાર યુસુફભાઇ ઇસ્માઇલભાઇ મોતીવાલા સહિત ત્રણ શખ્સો દ્વારા તા.24-3-2008 ના રોજ અમરેલી કલેકટર કચેરી ખાતે અમરેલી શહેરની ખુબ જ કિંમતી સરકારી જમીનો તથા મિલ્કતતોનો કબ્જો પરત કરવા અને પોતાના ખાતે દાખલ કરવા અરજી કરેલ જેમાં મોજે અમરેલીના ટી.કા નં.1 ટીકા નં.17/1 પૈકીની જમીન (સરકારી ગર્લ્સ હાઇસ્કુલ વાળી જમીન) સર્વે નં. 51 પૈકી 7 ની વીઘા 16 વસા ( એ 3-10 ગું) જમીન (એરોડ્રામ વાળી જમીન) અમરેલીના સર્વે નં. 124ની 8 વીઘા જમીન (અમરેલી વરસડા સડકે રેલ્વે પાટાવાળી જમીન) અમરેલીના રેવન્યુ સર્વે નં.1 ની ટીકા નં. 17/4 ની જમીન ( સરકારી સ્કુલવાળી જમીન) અમરેલીના સર્વે નં.62 ની 7 વીઘા જમીન જે અમરેલીમાં આવેલ છે તેમાં અમરેલી કલેકટર તરફથી કેસના કામે અરજદારે રજુ કરેલ દસ્તાવેજી પુરાવાઓનો અભ્યાસ કરતા ભારત સરકારનાં તત્ સમયનાં મહાનુભાવો તરફથી અરજદારને વાદગ્રસ્ત જમીનો તેઓની હોવાનું લખાણ કરી આપેલ હોવાનું જણાયેલ હતુ.
આથી અમુક દસ્તાવેજી પુરાવાઓ સબંધ્ો જે તે સરકારી કચેરીઓમાં ખરાઇ કરાવતા આવુ કોઇ રેકર્ડ અસ્તીત્વમાં નહી હોવાનું જણાય આવતા અમરેલી કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી જમીન તકેદારી સમિતિની બેઠકમાં પોલીસ અધિક્ષક મારફત વધ્ાુ તપાસ કરાવવાનું નક્કી થયેલ અને અમરેલીનાં એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા આ જમીન પ્રકરણની તપાસ માટે ખાસ ટીમની રચના કરવામાં આવેલી આ અંગેની વિગતો આપતા શ્રી પ્રેમસુખ ડેલુ તથા ડીવાયએસપી શ્રી મહાવીરસિંહ રાણાએ જણાવેલ કે સીટના ઇન્ચાર્જ પીઆઇ કે.ડી.જાડેજા તથા એફએસએલના અધિકારી શ્રી અશ્ર્વિન ઇટાળીયા, શ્રી યોગેશભાઇ અમરેલીયા, મુકેશભાઇ જાદવ, સહદેવસિંહ જાડેજાની ટીમ દ્વારા અરજીની ઉંડાણપુર્વક તપાસ કરેલ જેમાં અરજદાર તથા સાહેદોનાં નિવેદન નોંધવામાં આવેલ અને સબંધીત કચેરીઓ તરફથી વિવાદીત જમીનો અંગેનું રેકર્ડ મેળવવામાં આવેલ. અરજદાર વલીભાઇ તરફથી આ જમીન/મિલ્કત પોતાની હોવા અંગે કરેલ અરજીનાં સમર્થનમાં રજુ કરેલ અસલ દસ્તાવેજો તપાસ માટે કબ્જે કરવામાં આવેલ તેની ખરાઇ કરવા હેન્ડ રાઇટીંગ, ફોટોગ્રાફી બ્યુરો, ફોરેન્સીક સાયન્સને મોકલી આપેલા તેનો એફએસએલ રિપોર્ટ આવેલ જેમાં તકરારી દસ્તાવેજોમાં અસલ સહીઓ નહી અને દસ્તાવેજોમાં સ્ટેમ્પ મારેલ છે તે અન્ય જગ્યાએથી લઇને દસ્તાવેજોમાં ઉપયોગ કરવામાં આવેલ છે તકરારી દસ્તાવેજોમાં કાપ કુપ અને છેડ છાડ કરેલ હોવાનું જણાય આવેલ તેથી અરજદાર દ્વારા સાચા તરીકે ઉપયોગ કરેલ હોવાનું જણાતા અરજદાર વલીભાઇ સુલેમાનભાઇ મેતર તથા અન્ય આરોપીઓ સામે ગુનો બનતો હોય તેમના વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા અધિકારીને અધિકૃત કરવા એસપીએ વિગતે અહેવાલ કલેકટરને મોકલી આપેલો.અને કલેકટરે આ અહેવાલ એફએસએલ રિપોર્ટ તથા કેસની વિગતો આધારે સરકાર સાથે છેતરપીંડી આચરી સરકારી કિંમતી મિલ્કતો પડાવી લેવાના મલીન ઇરાદાથી ગેરકૃત્ય કરેલ હોય જેમાં ખોટા દસ્તાવેજો રજુ કરનાર વલીભાઇ સુલેમાનભાઇ મેતર રહે.ગોદાલનગર અને તેઓના કુલ મુખત્યાર યુસુફ ઇસ્માઇલભાઇ મોતીવાલાએ કલેકટર કચેરીમાં ખોટી અરજી કરી સરકારની કિંમતી જમીન મિલ્કતોનો કબ્જો પરત સોંપવા બાબતે ગુનાહીત કાવતરૂ રચી છેતરપીંડીની કોશીશ કરવા બદલ ફોજદારી ગુનો રર્જીસ્ટડ કરવા પ્રાંત અધિકારી અમરેલીએ શહેર પોલીસમાં આઇપીસી કલમ 193,177,260, 420, 465, 467, 470, 471, 472, 473, 474, 475, 484 અને 120 મુજબ ફરિયાદ નોંધાવી છે. આ ગુનાની તપાસ સીટીપીઆઇ વિ.આર.ખેરએ સંભાળી વધ્ાુ પુરાવા એકત્ર કરી આરોપીઓને હસ્તગત કરી તજવીજ હાથ ધરી છે અને એસપીશ્રી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતુ કે આ કેસમાં હજુ સંખ્યાબંધ લોકો સંકળાયેલા હોવાનું દેખાય રહયું છે જેમાં બિલ્ડરનો પણ સમાવેશ થવાની શક્યતા નકારાતી નથી.