અલકાયદાએ ભારતીયો હિંદૃુઓ વિરુદ્ધ કહૃાું “મુસ્લિમ દૃેશોએ આમને નોકરીથી હાંકી કાઢવા જોઈએ”

અલકાયદાએ ભારતીયો અને હિંદૃુઓ વિરુદ્ધ ઓક્યું ઝેર,

અલકાયદાએ તેના મેગેઝિનમાં કથિત નિંદા માટે ભારતીયો, હિન્દૃુઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા

આતંકવાદી સંગઠન અલ કાયદાએ તેના મેગેઝિનમાં પ્રકાશિત એક લેખમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. આ સાથે તેણે આરબ દૃેશોને ભારતીય સામાનનો બહિષ્કાર કરવા વિનંતી કરી છે. અલકાયદાએ તેના મેગેઝિનમાં કથિત નિંદા માટે ભારતીયો, હિન્દૃુઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા છે. આ સિવાય લેખ દ્વારા તેમણે મુસ્લિમ દૃેશોને ભારતીયો, ભારતીય ઉત્પાદનો અને અરબ દૃેશોમાં કામ કરતા હિન્દૃુઓનો બહિષ્કાર કરવા કહૃાું હતું. આતંકવાદી જૂથ અલ-કાયદા મીડિયા, અસ-સાહબે સામયિક મેગેઝિન વન ઉમ્માનો પાંચમો અંક પ્રકાશિત કર્યો, જેમાં એક લેખ દ્વારા ભારતીયોને નિશાન બનાવવામાં આવ્યા છે. આતંકવાદી સંગઠને ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો છે અને ભારતમાં ઈશિંનદા વિશે પણ લખ્યું છે. આતંકવાદી સંગઠને તમામ મુસ્લિમો અને મુસ્લિમ દૃેશોને ભારત વિરુદ્ધ એક થવાનું કહૃાું છે. લેખમાં લખવામાં આવ્યું છે કે, મુસ્લિમ વિશ્ર્વમાં મૌન હોવાને કારણે ભારતની હિન્દૃુવાદી સરકારે હદ વટાવીને પયગંબર મોહમ્મદનું અપમાન કર્યું છે. આ સિવાય આતંકી સંગઠન અલ કાયદાએ કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ વધારવા માટે મદદ માંગી છે. લેખમાં લખવામાં આવ્યું છે કે, ’અમે આ હિંદૃુ સરકાર સામે એક થવા અને ભારતમાં અમારા ભાઈ-બહેનોની મદદ કરવા માટે આહ્વાન કરીએ છીએ જેથી અલ્લાહના દૃુશ્મનો અમારા પયગંબર વિરુદ્ધ આવા અપમાનજનક અપરાધનું પુનરાવર્તન કરવાની હિંમત ન કરે. આ સિવાય મેગેઝિનમાં સોમાલિયામાં અલ કાયદાના પ્રવેશ અંગે પણ માહિતી આપવામાં આવી છે. લેખમાં અલ-શબાબના ભૂતપૂર્વ અમીર અહેમદ અબ્દૃી ગોદાને ઉર્ફે મુખ્તાર અબુ ઝુબેરનો ઉલ્લેખ છે. જણાવી દઈએ કે, ગોડેનને અમેરિકા દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો, જોકે તે સોમાલિયામાં જ ૧ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ અમેરિકન ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો. લેખમાં લખવામાં આવ્યું છે કે, અમે તમામ મુસ્લિમો, ખાસ કરીને ઉદ્યોગપતિઓને ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવા,હિંદૃુ કર્મચારીઓની નોકરીઓ છીનવી લેવા અને તેમને મુસ્લિમ દૃેશોમાંથી હાંકી કાઢવાનું આહ્વાન કરીએ છીએ.