અલવિદા રામવિલાસ પાસવાન: ચિરાગને પીએમ મોદીએ આપી સાંત્વના

 

  • રાષ્ટ્રપતિ કોવિંદ – વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ આપી, આજે અંતિમ સંસ્કાર

 

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનો પાર્થિવદેહ એઇમ્સથી તેમના ૧૨ જનપથસ્થિત સરકારી ઘરે પહોંચી ગયો છે. અહીં નરેન્દ્ર મોદી સહિતના તમામ નેતા પાસવાનને શ્રદ્ધાંજલિ આપશે. સાંજે ૩ વાગ્યે તેમના પાર્થિવદેહને પ્લેનથી પટણા લઈ જવામાં આવશે. અહીં પાર્થિવદેહને લોજપા ઓફિસમાં પણ અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે. શનિવારે પટણાના દીઘાઘાટ પર રાજકીય સન્માનની સાથે તેમના પાર્થિવદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પાસવાનનું ગુરુવારે ૭૪ વર્ષની ઉંમરે નિધન થઈ ગયું. તેઓ છેલ્લા થોડા મહિનાથી બીમાર હતા અને ૨૨ ઓગસ્ટથી હોસ્પિટલમાં દાખલ હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાસવાનના નિધન પર કહૃાું હતું કે હું મારું દુ:ખ શબ્દોમાં વર્ણવી નહીં શકું. મેં મારો દોસ્ત ગુમાવી દીધો છે. પાસવાન મોદી કેબિનેટમાં સૌથી વધુ ઉંમરવાળા મંત્રી હતા. પાસવાન ૧૧ સપ્ટેમ્બરે હોસ્પિટલમાં દાખલ થયા હતા. એઇમ્સમાં ૨ ઓક્ટબરની રાતે તેમની હાર્ટ સર્જરી થઈ હતી. એ પહેલાં પણ એક બાયપાસ સર્જરી થઈ ચૂકી હતી. ૧૯૬૯માં પ્રથમ વખત ધારાસભ્ય બનેલા પાસવાન પોતાની સાથેના નેતાઓ, લાલુ પ્રસાદ યાદવ અને નીતીશ કુમારથી સિનિયર હતા. ૧૯૭૫માં જ્યારે ઈમર્જન્સી જાહેર થઈ ત્યારે પાસવાનની ધરપકડ કરવામાં આવી હતી. ૧૯૭૭માં તેમણે જનતા પાર્ટીનું સભ્યપદ લીધું અને હાજીપુર સંસદીય ક્ષેત્રમાંથી જીત્યા. ત્યારે સૌથી વધુ માર્જિનથી ચૂંટણી જીતવાનો રેકોર્ડ પાસવાનના નામે જ નોંધાયો હતો.

અલવિદા પાસવાન: રાહુલ ગાંધીએ ચિરાગ પાસવાનની પત્ર લખી વ્યક્ત કર્યું દુ:ખ

બિહારના દિગ્ગજ નેતા ને કેન્દ્ર સરકારમાં મંત્રી રામવિલાસ પાસવાનનું ગાઇકાળે સાંજે નિધન થયું. પાસવાન ઘણા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતા. શુક્રવારે તેમના પાર્થિવ દેહને ૧૨ જનપથ સ્થિત તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. જયારે શનિવારે પટનામાં રામવિલાસ પાસવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દેશના મોટા મોટા નેતાઓ રામવિલાસ પાસવાનની શ્રદ્ધાંજલિ આપી રહૃાા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ચિરાગ પાસવાનની ચિઠ્ઠી લખી સાંત્વના પ્રકટ કરી હતી. રાહુલ ગાંધીએ પોતાની ચિઠ્ઠીમાં લખ્યું, તમારા પિતા રામવિલાસ પાસવાનના નિધનના સમાચાર સાંભળી ઘણું દુ:ખ થયું. આપણે એક એવા નેતા ગુમાવ્યા છે જેમને બિહાર અને દેશની રાજનીતિમાં ઊંડી છાપ ઉભી કરી હતી. પાંચ દશકોના પોતાના રાજનીતિક જીવનમાં તેમણે ગરીબ અને પછાત લોકો માટે આવાજ ઉઠાવ્યો અને મંત્રી તરીકે પણ એવા વિષયો પર કામ કર્યું.