અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનાં જહાજે મધદરિયે ફસાયેલ માછીમાર બોટમાંથી ખલાસી સહિત ચારને બચાવ્યાં

રાજુલા,
શ્રી પ્રશાંત મિશ્રા એચઓડી – એડમિન, સુરક્ષા વિભાગ – અલ્ટ્રાટેક સિમેન્ટ લિ. (યુનિટ: નર્મદા સિમેન્ટ) દ્વારા જાણ કર્યા મુજબ, હંમેશની જેમ કંપનીનું જહાજ રત્નાગીરીથી જાફરાબાદ તરફ તારીખ 03.01.2023 આવી રહ્યું હતુ જહાજના સભ્યોએ એક બોટ જોઇ, જેમાં થોડા લોકો કોઈ મદદની રાહ જોઈ રહ્યા હતા. બોટ રજીસ્ટ્રેશન નંબર ગ50 6:-15-101/-3842 જેમાં 4 માછીમારો હતા. (રમેશ પ્રેમા, કેની હરેશભાઈ સોમલભાઈ, હરજીભાઈ ટંડેલ, રણજીતભાઈ ગોવનભાઈ ટંડેલ). અમારા જહાજના સભ્યો દ્વારા બોટની નજીક આવીને માછીમારો સાથે વાતચીત કરતા અમને ખબર પડી કે છેલ્લા 6 ધ્વિસથી બોટનું એન્જિન બગડી ગયું છે અને તેઓ ખોરાક અને પીવાના પાણી વિના પરેશાન છે. આથી અમે તમામ માછીમારોને અમારી બોટમાં લઈ જઈને ખોરાક, પાણી અને તબીબી સહાય પૂરી પાડી અને તેમની બોટને અમારી જાફરાબાદ જેટી પર પહોંચાડી અને બોટના માલિક શ્રી જીવાભાઈ સોલંકીને બચાવી લેવાયેલા તમામ 4 માછીમારોને સોંપી દીધા હતા.