અલ-કાયદાના નિશાના ઉપર ભારત: અલકાયદાના ૯ આતંકીઓ ઝડપાયા

  • પશ્ર્ચિમ બંગાળ અને કેરળના એર્નાકુલમમાં અનેક સ્થળોએ NIA ના દરોડા

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આતંકવાદિઓના ખતરનાક મંસૂબાને ધ્વસ્ત કરતા અલ કાયઅલ-કાયદાના નિશાના ઉપર ભારત: અલકાયદાના ૯ આતંકીઓ ઝડપાયાના ૯ ઓપરેટરોની ધરપકડ કરી છે. પશ્ર્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને કેરળના એર્નાકુલમમાં અનેક સ્થળોએ દરોડા પાડીને આતંકવાદિઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ બધા રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા સ્થળોએ હુમલો કરવાની તૈયારીમાં હતા.
મળતી માહિતી પ્રમાણે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ બધા પાકિસ્તાન સ્થિત આતંકવાદિ સંગઠન અલ-કાયદૃા સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલા હતા અને ત્યાંથી કટ્ટરપંથી બન્યા હતા. દિલ્હી સહિત અન્ય ઘણા સ્થળોએ પણ આ હુમલાની તૈયારીમાં હતા. એનઆઈએએ અલકાયદાના ૯ આતંકવાદિઓની જે ધરપકડ કરી છે તેમાંથી પશ્ર્ચિમ બંગાળથી અબુ સૂફિયાન, લેઉ યીન અહમદ તથા કેરળથી મુરશીદ હસન, મોસારફ હસન સામેલ છે.
ધરપકડ કરાયેલા આતંકવાદિઓની પાસેથી જેહાદૃી સાહિત્ય, દેશી બંદૃૂક, પોઇન્ટ હથિયારો, સ્થાનિક બોડી બખ્તર, વિસ્ફોટક વસ્તુઓ, ડિજિટલ ડિવાઇસ અને દૃસ્તાવેજો મળી આવ્યા છે. તેમના નાપાક મંસૂબો માટે આ મોડ્યુલ સક્રિયતાથી ફંડ એકત્રિત કરવાના કામમાં લાગ્યા હતા અને હથિયારો માટે દિલ્હી પણ જવાની તૈયારી કરી રહૃાા હતા.
આ ગેન્ગ પૈસા ભેગા કરવામાં લાગી ગઈ હતી. ગેન્ગના ઘણા સભ્ય હથિયાર અને દારૂગોળા ખરીદવા માટે દિલ્હી જવાના હતા. દરોડા દરમિયાન મોટી સંખ્યામાં ડિઝીટલ ડિવાઈસ, દસ્તાવેજ, જેહાદિ સાહિત્ય, ધારદાર હથિયાર, ફાયર આર્મ્સ, ઘરમાં જ બનાવાયેલા કવચ અને એક્સપ્લોસિવ ડિવાઈઝ પણ જપ્ત કરવામા આવ્યા છે.
આતંકવાદૃ પર સંયુક્ત રાષ્ટ્રએ બે મહિના પહેલાં એક રિપોર્ટ જાહેર કર્યો હતો. તેમાં ચેતવણી આપવામાં આવી હતી કે કેરળ અને કર્ણાટકમાં મોટી સંખ્યામાં આઈએસ આંતકી હોઈ શકે છે. રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો હતો કે, ભારતીય ઉપમહાદ્વીપમાં અલ-કાયદા આતંકી સંગઠન હુમલાનું કાવતરુ ઘડી રહૃાા છે. એકયુંઆઈએસમાં હાલનો પ્રમુખ ઓસામા મહમૂદ છે, જેણે ઠાર કરવામાં આવેલા આસિમ ઉમરની જગ્યા લીધી છે. તે ઉમરની મોતનો બદલો લેવા માટે વિસ્તારમાં જવાબી કાર્યવાહીનું કાવતરું ઘડી રહૃાો છે.