અવધ ટાઇમ્સના માધ્યમ અને સ્વ. કેશુબાપાના પ્રયાસોથી જ અમરેલીનો ઠેબી ડેમ પીવાના પાણી માટે આરક્ષીત છે

  • સિંચાઇ માટે બનેલા ઠેબી ડેમને સ્વ. કેશુબાપાએ અમરેલી માટે અનામત રખાવેલ
  • ઠેબી ડેમનું બજેટ 15 ગણુ વધી જતા આ રકમના વ્યાજમાંથી અમરેલીને બિસ્લેરીનું પાણી પાવ તો પણ નાણા ન ખુટે તેમ શ્રી કેશુભાઇ પટેલે જણાવેલ

અમરેલી,
આજે પહેલી વખત છલોછલ ભરાયેલા અને સિંચાઇ માટે બનેલા અમરેલીના ઠેબી ડેમને સ્વ. કેશુબાપાએ અમરેલી માટે અનામત રખાવેલ હતો અમરેલીની પાણીની 20 વર્ષ જુની સમસ્યાને અવધ ટાઇમ્સ દ્વારા વાચા આપવામાં આવી હતી અને અવધ ટાઇમ્સના માધ્યમ અને સ્વ. કેશુબાપાના પ્રયાસોથી જ અમરેલીનો ઠેબી ડેમ પીવાના પાણી માટે આરક્ષીત રખાયો હતો.
શ્રી કેશુબાપા વહીવટી બાબતોમાં પણ પરિવારના મોભીની જેમ જીણવટભરી નજર રાખતા હતા તેનો એક જ દાખલો જોઇએ તો 12 કરોડની યોજનાવાળા ઠેબી ડેમનું બજેટ 15 ગણુ વધી જતા આ રકમ 160 કરોડની ઉપર પહોંચી હતી અને ત્યારે અવધ ટાઇમ્સના અહેવાલની નોંધ લઇ ગાંધીનગરમાં શ્રી કેશુભાઇ પટેલે આ રકમના વ્યાજમાંથી અમરેલીને બિસ્લેરીનું પાણી પાવ તો પણ નાણા ન ખુટે તેમ જણાવેલ હતુ જેના જુના આગેવાનો સાક્ષી છે.