અવધ ટાઇમ્સની ઝુંબેશમાં જોડાયેલી અમરેલીની નગર પાલિકા નસીબદાર નિવડી : 98 ટેસ્ટ નેગેટીવ આવ્યા

  • અમરેલીમાં શુક્રવારે કોરોનાનાં નવા 26 કેસ સામે આવ્યા
  • મોડા નિદાનને કારણે સાજા થનાર દર્દીની સંખ્યા ઘટી : 14 દર્દીઓ સાજા થયા : હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીની સંખ્યા 263 થઇ : કુલ દર્દીની સંખ્યા 2146

અમરેલી,
અમરેલીમાં શુક્રવારે કોરોનાનાં નવા 26 કેસ સામે આવ્યા છે અને કોરોનાને રોકવા માટે ટેસ્ટ કરાવવાની અવધ ટાઇમ્સની ઝુંબેશમાં જોડાયેલી અમરેલીની નગરપાલિકા નસીબદાર નિવડી હોય તેમ તેમના એક સો ટેસ્ટ લેવાયા હતા જેમાંથી 98 નેગેટીવ આવ્યા છે 90 રેપીડ ઉપરાંત 50 વર્ષથી મોટી ઉમરના 10 સિનીયર શાખા અધિકારીઓના આરટીપીસીઆર કરવામાં આવ્યા હતા જેમાના 8 નો રિપોર્ટ પણ નેગેટીવ આવ્યો હોવાનું અને 2 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળેલ છે.અમરેલી જિલ્લામાં બેદરકારી અને સારવારમાં મોડા જવાને કારણે થતા વિલંબીત નિદાનને કારણે સાજા થનાર દર્દીની સંખ્યા ઘટી હોય તેમ શુક્રવારે માત્ર 14 દર્દીઓ સાજા થયા હતા અને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીની સંખ્યા 263 થઇ છે તથા કોરોનાનાં કુલ દર્દીની સંખ્યા 2146 એ પહોંચી છે. આ ઉપરાંત અમરેલીના હનુમાનપરા વિસ્તારના 42 વર્ષના પુરૂષ દર્દીનું મૃત્યુ થયુ હતુ જો કે આ મૃત્યુ કોરોના પોઝિટિવ આવેલા દર્દીનુ હદય બંધ પડી જવાને કારણે થયુ હોવાનું જાણવા મળેલ છે.