અવધ ટાઇમ્સની વાર્ષિક લવાજમ યોજનાનો ડ્રો યોજાયો

અમરેલી,અમરેલીથી પ્રગટ થતાં નંબર વન દૈનિક અવધ ટાઇમ્સ દૈનિકનો વાર્ષિક લવાજમ યોજનાનો ડ્રો શુભેચ્છકો, મહાનુભાવો અને પત્રકારો તથા એજન્ટ મિત્રોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જોગાનું જોગ અવધ ટાઇમ્સ દૈનિકને 25 વર્ષ પુરા થતાં રજત જયંતિ અવસરની હરખભેર ઉજવણી કરવામાં આવી હતી મહાનુભાવોએ અંતરથી અવધ ટાઇમ્સની રચનાત્મક ભુમીકાને બીરદાવીને અમરેલી જિલ્લાના વિકાસમાં સિંહફાળો આપનારા અવધ ટાઇમ્સ દૈનિકને શુભકામનાઓ પાઠવી હતી.
વાર્ષિક ડ્રોના પ્રસંગે વિવિધ મહાનુંભાવો, એજન્ટોએ લકકી કુપન ખેચી વિજેતાઓ જાહેર કર્યા હતા. અવધ ટાઇમ્સ દૈનિકને 25 વર્ષ પુરા થતાં રજત જયંતિ અને ડ્રો પ્રસંગે સર્વે શુભેચ્છકો, મહેમાનો, મહાનુભાવોને હદયથી આવકારી અવધ ટાઇમ્સ દૈનિકના તંત્રી અને માલીક શ્રી ભરતભાઇ ચૌહાણે આગામી લવાજમ યોજના અને રજત જયંતિની રૂપ રેખા આપી સર્વેને આવકાર્યા હતા. બાદમાં નાફસ્કોબના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી, મેડીકલ કોલેજના ફાઉન્ડર પ્રેસીડેન્ટ શ્રી વસંતભાઇ ગજેરા, ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર, શ્રી પ્રતાપભાઇ દુધાત સહિતે દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.રજત જયંતી નિમિતે વાર્ષિક લવાજમ ડ્રો પ્રસંગે ડાભાળીના પ્રતિનીધી રણજીતભાઇ વાળાએ તલવાર આપી શ્રી ભરતભાઇ ચૌહાણનું જાહેર સન્માન કર્યુ હતુ અને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. વિખ્યાત શાસ્ત્રીશ્રી શરદભાઇ દવેએ પરંપરાગત રીતે ગણેશ સ્તવન કયુર્ં હતુ. આ પ્રસંગે પધારેેલા શ્રીમતી કોકીલાબહેન કાકડીયા, શ્રી ડાયાભાઇ ગજેરા, કૌશીકભાઇ વેકરીયા, ભાવનાબેન ગોંડલીયા, મનીષભાઇ સંઘાણી, પોપટલાલ કાશ્મીરા, કેતનભાઇ ઢાંકેચા, રીતેશભાઇ સોની અને પત્રકારો તથા એજન્ટ મીત્રો, શુભેચ્છકો ખાસ ઉપસ્થિત રહયા હતા. અંતમાં લક્કી કુપન ખેંચી વિજેતાઓ જાહેર કર્યા હતા. આભાર વિધિ વિજયભાઇ ચૌહાણ, રોમીલ ચૌહાણે કરી હતી.