અવધ નાગરિક શરાફી સહકારી મંડળીનાં કર્મયોગીઓની ટીમ

સભાસદો માટેની કીટ બનાવવા વસ્તુની ખરીદી,સફાઇ,દળાવવા જઇને પેકીંગ કરવાની અને બહારગામ મોકલવાની લાંબી પ્રક્રિયા ગણત્રીના સમયમાંં પુરી કરાઇ
અમરેલી, લોકડાઉનના કપરા સમયે પોતાના હજારો સભાસદોની ચિંતા કરી અને તેને મદદ પહોંચાડનાર અવધ નાગરિક શરાફી સહકારી મંડળીના કર્મયોગીઓ ઉપર ભારતભરની સહકારી મંડળીઓમાં સૌ પ્રથમ પહેલ કરવા બદ્લ અભિનંદનનો વરસાદ થયો છે પણ સાથે સાથે એ બાબત પણ અવધ મંડળીના સ્થાપક ચેરમેનશ્રી ભરતભાઇ ચૌહાણે સામે મુકી છે કે, સભાસદોના હિત માટે મંડળી દ્વારા લેવાયેલા નિર્ણય બાદ સભાસદોની કીટ તૈયાર કરી પહોંચાડનારા મંડળીના ડાયરેકટરો,સ્ટાફ ઉપરાંત બીજા અનેક કર્મયોગીઓનો સહકાર મળ્યો હતો.
અવધ નાગરિક શરાફી સહકારી મંડળીના સભાસદો માટેની મહેનતમાં લાગેલા કર્મયોગીઓમાં અમરેલી હેડ ઓફીસના ચેરમેન શ્રી ભરતભાઇ ચૌહાણે લીધ્ોલા કીટ વિતરણના નિર્ણય બાદ સભાસદો માટેની કીટ બનાવવા વસ્તુની ખરીદી,સફાઇ,દળાવવા જઇને પેકીંગ કરવાની અને બહારગામ મોકલવાની લાંબી પ્રક્રિયા ગણત્રીના સમયમાંં પુરી કરાઇ હતી જાણીતા આર્કીટેક અને મંડળીના એમડી શ્રી કિશોરભાઇ જાની, શ્રી બીમલભાઇ રામદેવપુત્રા,શ્રી બીએલ હરિપરા (ગુરુજી), શ્રી પંકજભાઇ વઘાસિયા, શ્રી કિશોરભાઇ સોનીગ્રા, શ્રી લાલજી બોસમિયા(લાલો),શ્રી હેમેન્દ્ર તેરૈયા, શ્રી પ્રશાંતભાઈ પરમાર, શ્રી રાજુભાઇ ગેડિયા, શ્રી મુકેશભાઈ વઢવાણા, શ્રી લાલજીભાઈ સોંડાગર, શ્રી સિદ્ધાર્થ જાની તથા શ્રી રવિભાઈ ચાવડા, શ્રી દીપકભાઈ સોલંકી, શ્રી જીજ્ઞેશભાઈ ટાંક અને આ તૈયાર કરાયેલ કીટને રાત દિવસ જોયા વગર નિર્ધારીત સમયે પહોંચાડનારા અવધ ટાઇમ્સના કર્મચારી શ્રી અશરફ પરમાર સહિત અનેક કર્મયોગીઓને સારા કાર્યમાં મદદરૂપ બની અને પરોપકારી બનવાની કાઠીયાવાડની પરંપરાને ઉજાગર કરી હતી.