અવધ મંડળીની કીટનું રાજકીય મહાનુભાવોના હસ્તે વિતરણ

અમરેલી, લોકડાઉનના સમયે સાડસાત હજાર સભાસદો ધરાવતી અવધ મંડળી દ્વારા પોતાના હજારો સભાસદોની ચિંતા કરી અને તેને મદદ પહોંચાડવાનું કાર્ય અવિરત ચાલી રહયું છે અવધ નાગરિક શરાફી સહકારી મંડળીના સ્થાપક ચેરમેનશ્રી ભરતભાઇ ચૌહાણ દ્વારા કોરોના વોરીયર્સ તથા સહકારી આગેવાનોના વરદ હસ્તે કીટ વિતરણ કરાયા બાદ આજે જિલ્લાના રાજકીય મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક કીટ વિરતણ કરવામાં આવ્યું હતુ.દેશના દિગ્ગજ સહકારી આગેવાન અને ગુજકોમાસોલના ચેરમેન તથા ઇફકોના વાઇન ચેરમેન શ્રી દિલીપ સંઘાણી, અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી હકુભા જાડેજા, તથા રાજયના વિરોધપક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્યશ્રી પરેશ ધાનાણી, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વીન સાવલીયા, રાજયના વરિષ્ઠ કોંગ્રેસ આગેવાન અને સીનીયર ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુમ્મરના વરદ હસ્તે અવધ મંડળીના સભાસદોને કીટ વિતરણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે જિલા સહકારી સંઘના ચેરમેન શ્રી મનીષ સંઘાણી, જિલ્લા સંઘના ચેરમેન શ્રી જયંતીભાઇ પાનસુરીયા અવધ મંડળીના સ્થાપક ચેરમેન શ્રી ભરતભાઇ ચૌહાણ, એમડી શ્રી કિશોરભાઇ જાની સીનીયર ડાયરેકટરશ્રી બી.એલ. હીરપરા, શ્રી રાજુભાઇ મકવાણા ઉપસ્થિત રહયા હતા.