અવધ મંડળીની કીટ વિતરણનો કલેકટરશ્રી તથા એસપીશ્રી દ્વારા પ્રારંભ

અમરેલી હેડ ઓફીસની સાથે ચલાલા,બગસરા, ધારી બ્રાંચમાં સૌશ્યલ ડીસ્ટન્સીંગ સાથે અવધ નાગરીક શરાફી સહકારી મંડળીના સભાસદોને કીટ વિતરણ નો પ્રારંભ

અમરેલી,પોતાના જરુરીયાતમંદ સભાસદોને ખરા ટાણે મદદરૂપ થવાની ઉમદા ભાવના સાથે અમરેલીમાં અવધ નાગરિક શરાફી સહકારી મંડળી દ્વારા સભાસદોને લોકડાઉનના કડક અમલથી કોરોનાને રોકી રાખનાર રીઅલ હિરો કલેકટરશ્રી શ્રી આયુષકુમાર ઓક તથા એસપીશ્રી નિર્લિપ્ત રાયની પ્રેરક ઉપસ્થિતિમાં કીટ વિતરણ કરવામાં આવી હતી લોક ડાઉનના કારણે વેપાર ધંધા બંધ છે જેને 1 મહિના જેવો સમય પુરો થવા આવ્યો તેથી સ્વાભાવીક જ મધ્યમ વર્ગ મુશ્કેલીમાં મુકાયેલ હોય તેવા સમયે જિલ્લાનાની સહકારી સંસ્થા અવધ નાગરિક શરાફી સહકારી મંડળી લી. દ્વારા ખાદ્ય પુરવઠાની કીટો બનાવી વિતરણ કરવા આયોજન થતા આજે અવધ નાગરિક શરાફી સહકારી મંડળી દ્વારા મંડળીના સ્થાપક ચેરમેન શ્રી ભરતભાઇ ચૌહાણ, અને મંડળીના એમ.ડી.શ્રી કિશોરભાઇ જાની તથા સીનીયર ડાયરેકટર બી.એલ.હિરપરા (ગુરુજી),શ્રી બાવકુભાઇ વાળા (ગાંધીનગર), શ્રી બીમલભાઇ રામદેવપુત્રા શ્રી રાજુભાઇ મકવાણા, શ્રી પંકજભાઇ વઘાસીયા અને મંડળીના બોર્ડ ઓફ ડિરેકટરોની ઉપસ્થીતીમાં કીટ વીતરણ કરવામા આવી હતી. કીટ વીતરણ નિમિતે અમરેલીનાં કલેક્ટરશ્રી આયુષકુમાર ઓક અને એસપીશ્રી નિર્લિપ્ત રાયએ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે જિલ્લા આયોજન અધિકારી શ્રી દિગ્વિજયસિંહ ગોહિલના હસ્તે પણ કીટ વિતરણ કરાયું હતુ. કીટ વિતરણ નિમીતે સોશીયલ ડીસ્ટન્સ જાળવવા સુચારૂ વ્યવસ્થા જાળવ્યાની સાથે મંડળી દ્વારા સભાસદોને ફોન કરી બોલાવવામા આવ્યા હતા અને નીયમો જળવાઇ રહે તેની ખાસ તકેદારી રાખવામા આવી હતી.
ધારી શાખાના ડાયરેકટર શ્રી જીતુભાઇ રૂપારેલીયા દ્વારા તથા ચલાલામાં શ્રી પ્રકાશભાઇ કારીયા અને બગસરામાં શ્રી રૂપેશ રૂપારેલીયાએ સભાસદોને કીટ વિતરણ કરવામાં જહેમત ઉઠાવી હતી.