અવધ મંડળી દ્વારા સહકારી ક્ષેત્રના આગેવાનોના હસ્તે કીટ વિતરણ

અમરેલી, લોકડાઉનના સમયે પોતાના હજારો સભાસદોની ચિંતા કરી અને તેને મદદ પહોંચાડનાર અવધ નાગરિક શરાફી સહકારી મંડળીના સ્થાપક ચેરમેનશ્રી ભરતભાઇ ચૌહાણ દ્વારા કોરોના વોરીયર્સના વરદ હસ્તે કીટ વિતરણ કરાયા બાદ આજે જિલ્લાના સહકારી આગેવાનોના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતુ. અમરેલી જિલ્લાના સહકારી આગેવાન શ્રી પી.પી.સોજીત્રા, સહકારી ક્ષેત્રના અગ્રણી અને અમુલ ડેરીના ઓડીટર તથા અગ્રણી સીએ અને સામાજીક અગ્રણી શ્રી એડી રૂપારેલ, અમરેલી માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી મોહનભાઇ નાકરાણી તથા અમરેલી નગર પ્રા. શિક્ષણ સમીતીના ચેરમેન અને કેળવણીકાર શ્રી જે.પી. સોજીત્રા, સૌરાષ્ટ્ર નોટરી એશો.ના પ્રેસીડેન્ટ અને એડવોકેટ શ્રી ઉદયનભાઇ ત્રિવેદીના હસ્તે અવધ મંડળીના સભાસદોને કીટ વિતરણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે અવધ મંડળીના સ્થાપક ચેરમેન શ્રી ભરતભાઇ ચૌહાણ, એમડી શ્રી કિશોરભાઇ જાની સીનીયર ડાયરેકટરશ્રી બી.એલ. હીરપરા ઉપસ્થિત રહયા હતા.