અવધ શરાફી મંડળી ધારી બ્રાન્ચની મુલાકાતે ચલાલા પાલીકા પ્રમુખ શ્રીમતી ગીતાબેન કારીયા

ધારી,અવધ નાગરીક શરાફી સહકારી મંડળીની ધારી બ્રાન્ચની ચલાલા નગરપાલીકા પ્રમુખ ગીતાબેન કારીયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી તે વેળાએ મંડળીનાં શ્રી રમણીકભાઇ સોજીત્રા, શ્રી મધ્ાુબેન જોષી, કનુભાઇ નસીત, ઘનશ્યામભાઇ રૂડાણીએ ગીતાબેનનું ફુલહારથી સ્વાગત કર્યુ હતું. શ્રીમતી ગીતાબેન તેમજ પ્રકાશભાઇ કારીયાએ શ્રી રમણીકભાઇ સોજીત્રાનાં આશિર્વાદ મેળવ્યા હતાં અને મંડળીની સેવા પ્રવૃતિથી પ્રાવિત થયાં હતાં. ધારી બ્રાન્ચનાં ઉદયભાઇ ચોલેરા, ધ્રુવીનભાઇ અંટાળા, જયદિપભાઇ ગોંલીયાએ મહાનુભાવોને આવકારી સ્વાગત કર્યુ હતું.