અવધ શરાફી સહકારી મંડળીની ધારી બ્રાન્ચની શુભેચ્છા મુલાકાતે શ્રી ઉંધાડ

  • શ્રી રમણીકભાઇ સોજીત્રા, જીતુભાઇ રૂપારેલીયા સહિતની ઉપસ્થિતિમાં સ્વાગત

ધારી અવધ સહકારી શરાફી મંડળીની શુભેચ્છા મુલાકાતે ગુજરાત સરકારનાં પુર્વ મંત્રી શ્રી બાવકુભાઇ ઉંધાડ પધાર્યા હતાં તેમને અવધ નાગરીક શરાફી સહકારી મંડળીની ધારી બ્રાન્ચનાં એડવાઇઝર કમિટીનાં ચેરમેનશ્રી રમણીકભાઇ સોજીત્રા તેમજ અવધ મંડળીનાં ડીરેક્ટરશ્રી જીતુભાઇ રૂપારેલીયાએ આવકાર્યા હતાં.
શ્રી બાવકુભાઇએ અવધ મંડળીની કામગીરી બિરદાવી હતી. અને મંડળીનાં ચેરમેન શ્રી ભરતભાઇ ચૌહાણનાંનેતૃત્વમાં પ્રગતિ કરી રહેલ અવધ મંડળીને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ધારી બ્રાંચનાં ઉદયભાઇ ચોલેરા ધ્રવીનભાઇ અંટાળા, જયદિપભાઇ ગોંડલીયાએ મહેમાન બનેલા શ્રી બાવકુભાઇ ઉંધાડને આવકારી સ્વાગત કર્યુ હતું.