અશ્વિને ઘર આંગણે સૌથી વધુ વિકેટ લેવાના હરભજનનો રેકોર્ડને તોડ્યો

ભારતીય ક્રિકેટ ટીમના સીનિયર ઓફ સ્પિનર આર અશ્વિન ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી સિરીઝમાં દમદાર બોલિંગ કરી રહૃાો છે. ચેન્નઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં તેણે કુલ ૬ વિકેટ ઝડપી હતી અને બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં પણ પાંચ વિકેટ ઝડપી છે. આ પાંચ વિકેટની મદદથી ભારતીય બોલર તરીકે અશ્વિન ઘરઆંગણે સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં બીજા નંબરે પહોંચી ગયો અને તેણે હરભજન સિંહનો રેકોર્ડ તોડ્યો છે.
ભારતીય ધરતી પર સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં ભારતીય બોલર તરીકે આર અશ્વિન બીજા નંબર પર પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી પોતાના વિકેટોની સંખ્યાને ૨૬૮ પર પહોંચાડી દીધી છે. ભારતમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં પ્રથમ નંબર પર અનિલ કુંબલે છે. કુંબલેએ ભારતમાં કુલ ૩૫૦ વિકેટ લીધી છે અને તે ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ ઝડપનાર ખેલાડી પણ છે.
ભારતમાં સોૌથી વધુ વિકેટ ઝડપનાર ટોપ ૫ ભારતીય બોલર
૩૫૦ વિકેટ – અનિલ કુંબલે
૨૬૭ વિકેટ – આર અશ્વિન
૨૬૫ વિકેટ – હરભજન સિંઘ
૨૧૯ વિકેટ – કપિલ દેવ
૧૫૭ વિકેટ – રવીન્દ્ર જાડેજા