અશ્વિને પ્રથમ બોલે વિકેટ ઝડપી ૧૧૪ વર્ષનો રેકોર્ડ તોડ્યો..!!

ટીમ ઈન્ડિયાનાં અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિનનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચેન્નાઈમાં ચાલી રહેલી પહેલી ટેસ્ટની ઇનિંગમાં ત્રણ વિકેટ ખેરવ્યા બાદ બીજી ઇનિંગમાં પણ જબરદસ્ત ફોર્મ જાળવી રાખ્યું છે.
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝની પહેલી ટેસ્ટમાં અશ્વિને ઈંગ્લેન્ડની બીજી ઇનિંગની શરુઆતનાં પહેલા બોલમાં ઈંગ્લેન્ડની વિકેટ ખેરવી હતી. જે એક કિર્તીમાન સાબીત થયો છે. ઈંગ્લેન્ડની બીજી ઇનિંગની શરુઆત ખરાબ રહી હતી જેમાં અશ્વિનનાં પહેલા બોલ પર બર્ન્સ એક પણ રન બનાવ્યા વગર આઉટ થયો હતો. તેની સાથે અશ્વિને એ કમાલ કરી બતાવી જે ૧૧૪ વર્ષ બાદ થઈ છે.
૧૯૦૭ બાદ બીજી વાર એવી તક આવી છે જ્યારે કોઈ સ્પિનરે ઇનિંગની પહેલી ઓવરનાં પહેલા બોલ પર વિકેટ લેવામાં સફળતા મેળવી છે. અશ્વિન પહેલા આ ૧૯૦૭માં દક્ષિણ આફ્રિકાનાં સ્પિનર બર્ટ વોગ્લરે આ સિદ્ધી હાંસલ કરી હતી.