અશ્વિન સૌથી વધુ લેટ હેન્ડર બેટ્સમેનને આઉટ કરનાર ટેસ્ટ બોલર

મેલબોર્ન ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડની વિકેટ લેતાંની સાથે જ ભારતીય બોલર રવિચંદ્રન અશ્વિને એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. અશ્વિને ટેસ્ટમાં સૌથી વધુ લેટ હેન્ડ બેસ્ટમેનને આઉટ કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ મામલે શ્રીલંકાના પૂર્વ બોલર મુથૈયા મુરલીધરનને પાછળ મૂકી દીધો છે.

અશ્વિને ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાના હેઝલવુડને બોલ્ડ કર્યો. આ ટેસ્ટ મેચમાં તેની ૩૭૫મી વિકેટ હતી. ૧૦નાં સ્કોર પર રમી રહેલાં હેઝલવુડને લાગ્યું કે બોલ ટપ્પી બાદ સ્પિન થઇને બહાર નીકળી જશે એટલે તેણે બોલ છોડ્યો હતો. પરંતુ બોલ સ્ટમ્પ પર આવ્યો હતો.

હેઝલવુડ ટેસ્ટ મેચમાં ૧૯૨માં લેટ હેન્ડ બેસ્ટમેન છે, જેની વિકેટ અશ્વિને લીધી છે. આ પહેલાં આ રેકોર્ડ મુરલીધનના નામે હતો. ટેસ્ટમાં ૮૦૦ વિકેટનો વર્લ્ડ રેકોર્ડ ધરાવતાં મુરલીધરને ૧૯૧ વખત લેટ હેન્ડેડ બેસ્ટમેનની વિકેટ લીધી હતી.

આ મામલે ઇંગ્લેન્ડનો બોલર જેમ્સ એન્ડરસન ૧૮૬ લેડ હેન્ડ બેસ્ટમેન વિકેટ સાથે ત્રીજા સ્થાને, ઓસ્ટ્રેલિયન ગ્લેન મેક્ગ્રા ૧૭૨ વિકેટ સાથે ચોથા અને શેન વોર્ન ૧૭૨ વિકેટ સાથે પાંચમાં સ્થાને છે.

ટેસ્ટમાં સૌથી વધુ લેટ હેન્ડ બેસ્ટમેનને આઉટ કરવાનો વર્લ્ડ રેકોર્ડ:

૧૯૨ લેટ હેન્ડ બેસ્ટમેનની વિકેટ – રવિચંદ્રન અશ્વિન (ભારત)

૧૯૧ લેટ હેન્ડ બેસ્ટમેનની વિકેટ – મુથૈયા મુરલીધરન (શ્રીલંકા)

૧૮૬ લેટ હેન્ડ બેસ્ટમેનની વિકેટ – જેમ્સ એન્ડરસન (ઇંગ્લેન્ડ)

૧૭૨ લેટ હેન્ડ બેસ્ટમેનની વિકેટ – ગ્લેન મેક્ગ્રા (ઓસ્ટ્રેલિયા)

૧૭૨ લેટ હેન્ડ બેસ્ટમેનની વિકેટ – શેનવોર્ન (ઓસ્ટ્રેલિયા)