અસરગ્રસ્ત વિસ્તારમાંથી 80 હજાર પ્રવાસીઓનું આગમન છતા અમરેલી જિલ્લામાં કોરોના કેમ નહી ?

અમરેલી,લોકડાઉન દરમિયાન આખા ગુજરાત અને નજીકના રાજયોમાં મહાત્મા મુળદાસજીનું અમરેલી ચર્ચાની એરણે એ માટે છે કે, કોરોના અસરગ્રસ્ત વિસ્તારમાંથી 80 હજાર પ્રવાસીઓનું આગમન થવા છતા અમરેલી જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ કેમ નહી ?આ સવાલ પાછળ અનેક કારણો છે જેમ કે, પરત દેશમાં આવેલા સુરત-અમદાવાદના લોકો ત્યા કોરોનાનું સંક્રમણ ફેલાયું તે પહેલા જ એક બાઇક ઉપર સુરતથી ચાર ચાર સવારીમાં અને ઘણા તો બાળકોને મહીલાઓને બાઇક ઉપર લઇને દેશમાં પરત આવી ગયા હતા અને આ તમામ કોરોના સાથે લાવ્યા છે માનીને તંત્રએ પગલા લીધા હતા તકેદારી રાખી હતી જેને કારણે આજ સુધી અમરેલી જિલ્લો અભેદ કીલ્લો રહયો છે અને કદાચ અહી કોઇ કોરોના સાથે આવ્યું હોય તો ત પ્રવાહ બંધ કરાયાને પંદર દિવસ જેવો સમય વિતી ગયો હોય જો કોઇ કેસ હોય તો આજ સુધીેમાં સામે આવી ગયા હોત અને કદાચ હોય તો પણ કોરોનાનો વાયરસ અહીના સુકા ગરમ વાતાવરણમાં નાશ પામી ગયો હોય તેની શકયતા પણ નકારાતી નથી.અને જયારે અમદાવાદ અને સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થયો તે સમયથી જ અમરેલી જિલ્લાની તમામ બોર્ડરો તો ઠીક પણ ગાડાકેડાઓ પણ કલેકટરશ્રીએ સીલ કરાવી દીધા હતા. જયારે ઘણાને એવી શંકા પણ જાગી હતી કે તંત્ર કેસ જાહેર નથી કરતુ પણ જો આવુ હોય તો અમરેલીની સાથે જુનાગઢમાં અને દેવભુમી દ્વારકામાં પણ કેસ નથી આખા ગુજરાતમાં આ ત્રણ જિલ્લા કોરોનાથી બાકાત રહી ગયા છે તેમા બીજા બે જિલ્લામાં કેસ આવ્યા હોત અને આ ત્રણેય જિલ્લામાં કાયદાનું સૌથી વધારે અને કડક પાલન અમરેલી જિલ્લામાં થયું છે તેમા પણ કોઇ શક નથી.