આંતરજિલ્લા ચોરગેંગ પકડતી અમરેલી એલસીબી

અમરેલી,

ઘરફોડ ચોરીના ગુનામા અમરેલી એલસીબીએ સીકલીગર ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડીસોના ચાંદીના દાગીના સહિત કુલ રૂ/-5,50,629 ના મુદામાલ સાથે અમરેલી તથા રાજકોટ જીલ્લાના ચાર ગુનાઓ ડીટેકટ કરાયા હતા.બગસરા નટવરનગરમા તા 7-8 ના અનવર ભાઈ ગુલાબભાઈ સેતાના મકાનમા રોકડ સોના ચાંદીના દાગીના રૂ/-17,500,અમરેલી તાલુકાના મોટા આંકડીયામા પંકજભાઈ ચંદુભાઈ ટાકોદરાના મકાનમાંથી રોકડ સોના ચાંદીના દાગીના મળી રૂ/-1,99,900 , બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામે ઘનશ્યામભાઈ રાણાભાઈ બાલધાના મકાનમા તા. 14-8 ના રોકડ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ/-3,35,500 ની ચોરીની ફરિયાદ થયેલ .ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર અને પોલિસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા અમરેલી જીલ્લામા મિલકત સંબંધી ગુનાઓમા આરોપીઓને શોધી કાઢવા અને ગુનાઓ ડીટેકટ કરવા અમરેલી એલસીબી ટીમને માર્ગદર્શન આપેલ હોય . એલસીબી પી.આઈ. એ.એમ. પટેલ, પી.એસ .આઈ.એમ.બી. ગોહિલ , એ.એસ. આઈ. ભગવાનભાઈ ભીલ મહેશભાઈ સરવૈયા, જાવીદભાઈ ચૌહાણ તથા પોલિસ સ્ટાફે એકશન પ્લાન બનાવી બનાવવાળી જગ્યાની આજુબાજુ તેમજ સીસીટીવી કુટેજ ચેક કરી અમરેલી રૂરલ પોલિસ સ્ટેશન વિસ્તારમા નાઈટ પેટ્રલીંગ દરમ્યાન આંકડીયા ગામે કુંકાવાવ રોડ ઉપરથી મોટરસાયકલમા ત્રણ શખ્સોને શંકાસ્પદ હાલતમા ચોરીના સાધનો સાથે પકડી પુછપરછ કરતા ઉપરોકત ચોરીના બનાવો તથા ગોંડલની ચોરીની કબુલાત આપી હતી.જેમા આરોપી ગોવિંદસિંગ નાનકસિંગ બાવરી હાલ મોટી કુંકાવાવ ,ગુરૂમુખસિંગ કિશોરસિંગ ટાંક રહે મોટી કુંકાવા, સુરેન્દ્રસિંગ સંતોકસિંગ ડાંગી રહે. ગોંડલવાળાને ઝડપી લઈ રોકડ અને સોના ચાંદીના દાગીના હથિયારો એન્ડ્રોઈડ મોબાઈલ બે એક બાઈક જી.જે. 06 કે.સી. 0416 મળી કુલ રૂ/-5,50,629 નો મુદામાલ કબ્ઝે કરી અમરેલી એલસીબી પોલિસે અમરેલી તથા રાજકોટ જીલ્લાના ચાર ગુનાઓ ડીટેકટ કરેલ