આંતરજિલ્લા તસ્કર ગેંગને પકડતી અમરેલી એલસીબી

અમરેલી,
આંતરજિલ્લા તસ્કર ગેંગને અમરેલી એલસીબીએ પકડી લીધી હતી. આ અંગે વિગતો આપતા અમરેલીના એસપીશ્રી હિમકરસિંહે જણાવ્યું હતુ કે, મયુરભાઇ સુરેશભાઇ ખુમાણની અમરેલી, લાઠી રોડ, લાલાવાવ હનુમાન મંદિર આગળ સૌનાલીકા ટ્રેકટરની એજન્સી આવેલ હોય. તા.11/01/2023 ની રાત્રીના અજાણ્યા આરોપીઓએ સોનાલીકા ટ્રેક્ટરનાં શોરૂમમાં પ્રવેશ કરી, ઓફીસમાં આવેલ ટેબલના ડ્રોઅરમાંથી રોકડા રૂ.8,000/- ની ચોરી કરી ગયા હતા.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમારે અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહએ અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ, તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા, તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ તથા હેડ કોન્સ. અજયભાઈ સોલંકી, તથા પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા, નિકુલસિંહ રાઠોડ, તુષારભાઈ પાંચાણી, યાસીનભાઇ ચૌહાણ, અશોકભાઇ સોલંકી, હરેશભાઇ કુંવારદાસ, કેતનભાઇ ગરણીયાની ટીમને બાતમી મળેલ કે, કેટલાક છાપેલા કાટલા મોટર સાયકલ લઇ બાબરાથી અમરેલી તરફ આવે જેથી પોલીસે શૈલેષ નાનસીંગ રાડ, ઉ.વ.30, રહે.રછોડા, બારીયા ફળીયુ, તા.ગરબાડા, જિ.દાહોદ (2) કમલેશ તેરસીંગ ખરાડ, ઉ.વ.36,રહે,છરછોડા, ખરાડફળીયુ, તા.ગરબાડા, જિ.દાહોદ,(3) બચુ માલાભાઈ ખરાડ, ઉ.5.40, રહે.02ોડા, ખરાડ ફળીયુ, તા.ગાબાડા, જિ.દાહોદને પકડી આગવી ઢબે પુછપરછ કરતા આ ગેંગે અમરેલીની સોનાલીકા ની ચોરી તથા અમરેલી બાયપાસે ટાટાના શોરૂમની અને બીજી ભાવનગર, જુનાગઢ અને અમદાવાદ જિલ્લાની બીજી 21 મળી કુલ 23 ચોરી કબુલી હતી તથા આ ચોરીમાં બીજા બે આરોપી કમલેશ મડીયા ભાંભોર રહે. છરછોડ, તાગરબાડા,, જિંદાહોદ અને મુકેશ નારૂ ગણાવા પણ સંડોવાયેલ હોવાવનુ ખુલ્યું હતુ.
પોલીસે રોક્ડા રૂ.45,000/- ચોરી કરવામાં ઉપયોગમાં લેવામાં આવતુ મોટુ ડીસમીસ (પેચ્યુ), એક વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.5,000/અને એક ચામાક્ષ કંપનીનું ઇ15 મોટર સાયકલ કિ.રૂ.2,15,000/- મળી કુલ કિં.રૂ.2,65,001/-નો મુદ્દામાલ. કબજે કર્યો હતો.આ ચોરી આ ગેંગે માત્ર દોઢ માસના સમયમાં જ કરી હતી. જો તે ન પકડાયા હોત તો હજુ અનેક જગ્યાએ ચોરી થઇ હોત.પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસપકડાયેલ પૈકી આરોપી બચુ માલાભાઈ ખરાડ સામે ઘરફોડ ચોરી, લૂંટ, ધાડ સહિત નીચે મુજબના ગુનાઓ રજી. થયેલ છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપીઓ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ કારખાનાઓ તથા શોરૂમની રેકી કરી, રાત્રી દરમિયાન કારખાના શોરૂમમાં પ્રવેશ કરી, ઓફીસમાં આવેલ ટેલ/ કબાટના તાળા- નકુચાઓ તોડી રોકડ રકમની ચોરી કરી, ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતા આપતા હોય અને કોઈ ચોકીદાર કે સિકયુરીટી ગાર્ડ હોય તો તેને બંધક બનાવી ચોરીઓના ગુનાઓને અંજામ આપવાની ટેવ વાળા હતા અને આગામી તહેવારો નિમિત્તે ફરીથી મોટો હાથ મારવા માટે દિવસ દરમિયાન રેકી કરવા માટે નીકળેલ હતાં, પરંતુ અમરેલી એલ.સી.બી. દ્વારા તેમના ગુનાહિત ઇરાદાને અંજામ આપે તે પહેલાં જ ચોરીના ઉપયોગમાં લેવાતા સાધનો સાથે ઝડપી લેવામાં આવેલ