આંતરરાષ્ટ્રીય લાઈટ પરના પ્રતિબંધને વધુ એક મહિના માટે લંબાવાયો

  • યુરોપિયન દેશોમાં વધતા કેસો વચ્ચે નિર્ણય કરાયો

 

આંતરરાષ્ટ્રીય કમર્શિયલ લાઈટ પરના પ્રતિબંધને લંબાવી દેવામાં આવ્યો છે. ભારત સરકારનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય લાઈટ્સ પર લાગેલો પ્રતિબંધ ૨૮મી ફેબ્રુઆરી સુધી અમલી રહેશે. ડીજીસીએએ આ જાણકારી આપી હતી.

કોરોનાકાળમાં નવા સ્ટ્રેનના ભયને જોતા યુરોપિયન દેશોમાં વધી રહેલા કેસો વચ્ચે આ નિર્ણય કરવામાં આવ્યો છે. રેગ્યૂલર લાઈટ પર જ્યાં એકબાજુ પ્રતિબંધ છે ત્યારે વંદે ભારત મિશન હેઠળ સિમિત સંખ્યામાં લાઈટ શરૂ છે.

ભારતે અન્ય દેશોની રેગ્યૂલર લાઈટ પર પ્રતિબંધ જાળવી રાખ્યો છે પરંતુ ઘરેલું લાઈટ્સના સંચાલનમાં સતત ઝડપ આવી રહી છે. ભારતીય વિમાનન કંપનીઓ માટે ઘરેલુ લાઈટ્સ સંચાલન સંખ્યાને કોરોનાથી પહેલાના સ્તરની સરખામણીએ ૭૦થી વધીને ૮૦ ટકા કરવામાં આવી ચુક્યું છે. વિમાનન કંપ્નીઓ કોરોનાકાળ પહેલાના સ્તરની સરખામણીએ ૭૦ ટકા ઘરેલુ પેસેન્જર લાઈટ સંચાલન કરી શકે છે. ડોમેસ્ટીક લાઈટ સંચાલન ૨૫મી મેએ ૩૦ હજાર મુસાફરો સાથે શરૂ થયું હતું અને હવે ૩૦ નવેમ્બર ૨૦૨૦એ આ આંકડો ૨.૫૨ લાખે પહોંચ્યો છે.