આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રીકોએ હવે એર સુવિધા ફોર્મ અપલોડ કરવાની જરૂર નહીં

  • આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રીકો માટે સરકારે આપી મોટી ભેટ

    ભારત આવતા આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રીકોને સરકારે મોટી ભેટ આપી છે. હવે તેમણે ભારત આવવા પર એર સુવિધા પોર્ટલ પર સેલ્ફ ડિક્લેયરેશન ફોર્મ અપલોડ કરવું પડશે નહીં. આ સિવાય કોરોના વેક્સીન અને માસ્કના જરૂરી નિયમને પણ ખતમ કરી દૃેવામાં આવ્યા છે. પરંતુ સરકારે કહૃાું કે લક્ષણ હશે તો આઈસોલેશનમાં રહેવું પડશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય પ્રમાણે સેલ્ફ ડિક્લેયરેશન ફોર્મ અપલોડ ન કરવાનો નિયમ ૨૨ નવેમ્બર ૨૦૨૨થી લાગૂ થઈ ગયા છે. આ એરપોર્ટ, જળ માર્ગ અને રોડ માર્ગે આવનાર આંતરરાષ્ટ્રીય યાત્રીકો પર પણ લાગૂ થશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહૃાું કે કોવિડ-૧૯ના ઘટતા કેસ અને કોવિડ રસીકરણમાં વિશ્ર્વ સ્તરની સાથે ભારતમાં મોટી પ્રગતિ બાદ સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય આગમન માટે સંશોધિત દિશાનિર્દૃેશ જાહેર કર્યાં છે. આ ગાઇડલાઇન પ્રમાણે એર સુવિધા પોર્ટલ પર સેલ્ફ ડિક્લેયરેશન ફોર્મ અપલોડ કરવાના નિયમને સમાપ્ત કરી દૃેવામાં આવ્યો છે. પરંતુ સરકારે કહૃાું કે કોરોના સંક્રમણને લઈને સ્થિતિમાં ફેરફાર થશે તો ફરી નિયમોમાં સમીક્ષા કરવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઇડલાઇન અનુસાર, જ્યારે આંતરરાષ્ટ્રીય મુસાફરો ભારત આવશે ત્યારે ડીબોર્ડિંગ દરમિયાન શારીરિક અંતર જાળવવું પડશે. આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા પ્રવેશ સમયે તમામ મુસાફરોનું થર્મલ સ્ક્રીનીંગ કરવું જરૂરી રહેશે. જો કોઈ યાત્રીમાં કોરોનાના લક્ષણો જોવા મળે છે, તો તેને તરત જ આઈસોલેટ કરવું પડશે. અને આરોગ્ય પ્રોટોકોલને અનુસરીને નિયુક્ત તબીબી સુવિધામાં લઈ જવાનું રહેશે. બધા મુસાફરોએ આગમન પછી પોતાના સ્વાસ્થ્ય પર નજર રાખવાની રહેશે. જો કોરોનાના લક્ષણો જોવા મળે છે, તો તરત જ નજીકની આરોગ્ય સુવિધા અથવા રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર ૧૦૭૫ અથવા રાજ્ય હેલ્પલાઇન નંબર પર જાણ કરો.