આંતરિક મુદ્દે દખલ બાદ ભારતે કેનેડા સાથેની રાજનૈતિક સ્તરની બેઠક અટકાવ

ભારતના આંતરિક મુદ્દા, ખેડૂત આંદોલન પર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની દખલગીરીની વૃત્તિની ખરાબ અસર બંને દેશોના સંબંધો પર પડતી જોવા મળી રહી છે. ભારતે હાલમાં બંને દેશો વચ્ચે થનારી રાજનૈતિક સ્તરની વાતચીત અટકાવી દીધી છે.
ભારતીય વિદેશ સચિવ રીવા ગાંગુલી દાસ અને કેનેડામાં તેમના સમકક્ષ વચ્ચે મંગળવારે વાતચીત થવાની સંભાવના દેખાઇ રહી હતી જેને ભારતે સંપૂર્ણ રીતે અટકાવી દીધી હતી. ભારતે આ પાછળ તારીખની અસુવિધાનું કારણ દર્શાવ્યું હતું. આ પહેલા પણ ગત અઠવાડિયે વિદેશ મંત્રી એસ. જયશંકરે કેનેડાના વિદેશ મંત્રી ફ્રેક્ધોઇસ-ફિલિપ દ્વારા આયોજીત કોવિડ-૧૯ના મંત્રી સમન્વય સમૂહની બેઠક છોડી દીધી હતી. આ બેઠક કોરોના મહામારી સામે રણનીતિ તૈયાર કરવા અર્થે આયોજીત કરવામાં આવી હતી.
કેનેડાના વડાપ્રધાન ટ્રૂડોએ ગુરુ નાનકની ૫૫૧મી જયંતી પર આયોજીત એક વીડિયો ઇન્ટરેક્શનમાં ભારતમાં થઇ રહેલા ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કરતા ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહૃાુ હતું કે કેનેડા હમેશાં શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકારના પક્ષમાં ઉભુ રહેશે. જેના પર ભારતે આકરી પ્રતિક્રિયા આપતા કેનેડાને ભારતના આંતરિક મુદ્દામાં દખલ ન દેવાની સલાહ આપી હતી.
કેનેડામાં આશરે ૧૬ લાખ ભારતીયો વસે છે, જેમાંથી મોટી સંખ્યામાં પંજાબીઓ છે. અહીં પંજાબીઓની સાત લાખની વસતી છે. માનવામાં આવી રહૃાું છે કે, ૨૦૨૧માં ચૂંટણી માટે વડાપ્રધાને ખેડૂત આંદોલનના સમર્થનમાં નિવેદન આપ્યા હતા.